Muslim charities celebrated at Downing Street
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારી તથા ઉત્તર કેલિફોર્નિયામાં વાઇલ્ડ ફાયરથી (જંગલની આગ) અસર પામેલા હજારો પીડિતોને સેવા ઇન્ટરનેશનલના બે એરિયા ચેપ્ટરે જીવનજરૂરી ચીજો અને આર્થિક સહાય પૂરી પાડ્યાની માહિતી સેવા ઇન્ટરનેશનલે આપી છે. આવા અસરગ્રસ્તો માટે 1 મિલિયન ડોલરનું દાન અપાયાનું પણ જણાવાયું હતું.

બે એરિયા ચેપ્ટરે 20,000 જેટલા પરિવારોને ફળ, શાકભાજી, દૂધ, ગ્રોસરી ઉપરાંત 300 જેટલા પરિવારોને ત્રણ લાખ ડોલરની આર્થિક સહાય પણ આપી હતી. સાનજોસ, સાન્ટા કલારા, સનીવેલ, હેવર્ડ, લીવરમોર, કોન્કો, ઓરોવિલે સાન્ટાક્રૂઝ સહિતના બે એરિયા વિસ્તારોમાં વિતરણ કેમ્પો દ્વારા બે લાખ પાઉન્ડથી વધારેની જીવનજરૂરી ચીજો પણ જરૂરતમંદ લોકોને આપવામાં આવી છે.

સેવાના 90 જેટલા કાર્યકરોએ છ માસ દરમિયાન 15,000 જેટલા કલાકો ફાળવ્યાનું પીડિતોના કો-ઓર્ડીનેટર ગુરૂ પ્રસાદે જણાવ્યું હતું. સાન્ટા કલારામાં આ માસના પ્રારંભે યોજાયેલા કેમ્પમાં 200 પરિવારોને ફળ, શાકભાજી, સેનેટાઇઝર તથા અન્ય સાફસફાઇ સવલતો અપાઇ હતી. ગત મહિને ટાઇની પાઇન ફાઉન્ડેશન અને અન્ય સંગઠનો સાથે યોજાયેલા વિતરણ કેમ્પોમાં ફળ, ગ્રોસરી, બેટરી, ગરમ ખોરાક, ડાયપર, શાકભાજી, સહિત એક ટ્રક ભરીને સહાય સામગ્રી અપાઇ હતી. ઓરોવીલે લીવરમોર ઉપરાંત સાન્ટા કલારામાં આ કેમ્પો યોજાયા હતા.

સેવા ઇન્ટરનેશલે યુ.એસ. ટપાલ સેવા, વેલી મેડીકલ સેન્ટર, કેન્સર પરમેનેન્ટ, સાન રેમન પોલીસ, સનીવેલ સિટી, કૈસર પરમાન્નેન્ટે, સાન ક્વેન્ટીન, જેલ અને અન્ય સંસ્થાઓને એક લાખ એએન લ્પ, એન લ્પ, સર્જિકલ, ફેમા સહિતના માસ્ક પૂરા પાડ્યા હતા. સેવાએ કોરોના પીડિતો માટે સાત લાખ જેટલા માસ્ક, 1000 લીટર સેનિટાઇઝર, 63000 હોટ મિલ્સ અને 1000000 ડોલરથી વધુની ફૂડ પેન્ટ્રીસ પૂરી પાડી હતી. આ ઉપરાંત સહાય અને માહિતી માટેની ટેલિફોન સેવા અંતર્ગત સેવાએ 10 નેશનલ હેલ્પલાઇન સેન્ટરો પણ ઉભા કર્યા હતા. 43 ચેપ્ટરોના 2500 કાર્યકરોએ 800 જેટલા સંગઠનોના સહયોગથી જરૂરતમંદો અને સેવા ઉદ્યોગો માટે સેવા પાડી હતી.