અમેરિકાની પીઢ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે શનિવારે યુએસ ઓપન ટેનિસની મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં એજલા ટોમજાનોવિક સામે પરાજય પછી આખરે ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ જ સ્થળે 1999માં તેણે પહેલી મેજર સ્પર્ધાનો તાજ હાંસલ કર્યો હતો. સેરેનાએ 23 ગ્રાંડ સ્લેમ તાજ સાથે કુલ 73 ટાઈટલ તેની લાંબી કારકિર્દીમાં હાંસલ કર્યા હતા.
ત્રીજા રાઉન્ડમાં પરાજય પછી આંખોમાં આંસુ સાથે તેણે ટેનિસ કોર્ટમાં જ અંતિમ ઈન્ટરવ્યૂ આપ્યો હતો અને પ્રેક્ષકોનો આભાર માન્યો હતો.