ભારતના શેરબજારમાં સોમવાર, 15 ફેબ્રુઆરીના રોજ નવો વિક્રમ રચાયો હતો. બીએસઇનો સેન્સેક્સ આશરે 610 પોઇન્ટ્સ ઉછળીને ઇતિહાસમાં પ્રથમ વખત 52,000ની સપાટીથી ઊંચે બંધ આવ્યો હતો. મુંબઈ શેરબજારનો આ બેન્ચમાર્ક ઊંચામાં 52,235.97ના ઊંચા સ્તરને સ્પર્શ્યા બાદ સેશનના અંતે 1.18 ટકા ઉછળીને 52,154.13એ બંધ આવ્યો હતો. એનએસઇનો નિફ્ટી 151.40 પોઇન્ટ્સ અથવા એક ટકા ઉછળીને 15,314.70ના વિક્રમજનક ઊંચા સ્તરે બંધ આવ્યો હતો. શેરબજારોમાં રોકાણકારોની સંપત્તિ રૂ.1.12 લાખ કરોડ વધીને રૂ.205.14 લાખ કરોડ થઈ હતી.