ગુજરાતમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવા મંગળવારે ભાજપમાં જોડાયા હતા. છોટા ઉદેપુર વિધાનસભામાં છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસના નેતા રહી ચૂકેલા અને આદિવાસી વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવતા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું હતું. ભ
ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત અનેક નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં મોહનસિંહ રાઠવાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી પર વિશ્વાસ છે એટલે પાર્ટીમાં જોડાયો છું. કોંગ્રેસમાં પુત્રને ટિકિટ અપાવવા મુદ્દે થયેલા વિવાદને પગલેચ મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે. મોહનસિંહ રાઠવા 1972થી સતત 11 ટર્મ સુધી ચૂંટણી લડ્યા છે અને તેમાંથી 10 વખત જીત્યા છે.
અગ્રણી આદિવાસી નેતા રાઠવા દસ વખત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર (એસટી) મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 પહેલા તેઓ છોટા ઉદેપુર જિલ્લામાં પાવી-જેતપુર (એસટી) મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
