સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા વડિલો માટે સેલ્ફ આઇસોલેશનનું શુ?

0
495

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કોરોનાવાયરસ રોગચાળાના કારણે આગામી અઠવાડિયાઓમાં 70 વર્ષથી વધુ ઉંમરના સૌ કોઇને લાંબા ગાળા સુધી ઘરે રહેવુ પડશે જે મહિનાઓ સુધી લંબાઈ શકે તેવી ચેતવણી આપી છે ત્યારે સહેજે સવાલ થાય કે જે વડિલો તેમના પરિવારજનો સાથે રહે છે તેમનુ શું?

હેનકોકે જણાવ્યુ હતુ કે ‘’જેમને લક્ષણો ન હોય તેઓ વૃદ્ધ સંબંધીઓ અને મિત્રોને બે મીટર દૂર રહીને મળી શકે છે. ટીકાકારો કહે છે કે વૃદ્ધોને અલગ કરવાના નિવેદનો કરતા લોકો એ ભૂલી જાય છે કે અશ્વેત અને એશિયન લોકો તેમના પરિવરથી અલગ થઈ શકશે નહીં.

રનીમીડ ટ્રસ્ટના ડેપ્યુટી ડિરેક્ટર ડો. ઝુબૈદા હકે સરકારની ભલામણો અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ‘’એશિયન પરિવારના અન્ય સભ્યો સાથે રહેતા વૃદ્ધો તે કેવી રીતે કરશે? દેશભરના હજારો ઘરોમાં એક જ ઘરના પરિવારના સભ્યોની ત્રણ પેઢી ઓછી જગ્યામાં પણ સાથે રહે છે. ગરીબ ઘરોમાં દાદા-દાદી ચાઇલ્ડકેર વગેરેમાં મદદ કરે છે. તેથી સરકારે અને પબ્લિક હેલ્થ ઇંગ્લેંડે વૃદ્ધોને સુરક્ષિત રાખવા આ પરિસ્થિતીમાં વિશે વધુ માર્ગદર્શન આપવાની જરૂર છે.’’

થીંકટેંક રિઝોલ્યુશન ફાઉન્ડેશનના રીસર્ચ અને પોલીસી એનાલિસ્ટ ફહમિદા રહેમાન કહે છે કે ‘’80% બ્રિટિશ સાઉથ એશિયન પરિવારો ઘરમાં યુવાન લોકો સાથે રહે છે. સિત્તેર વર્ષ કરતા વધુ વયના શ્વેત લોકો પૈકી 70 ટકા કરતા વધારે લોકો તેમની સાથે રહેતા નથી, જ્યારે દક્ષિણ એશિયન ઘરોમાં આ દર

20%નો અને બ્લેક આફ્રિકન અથવા કેરેબિયન ઘરોમાં દર 50% છે. પણ સરકાર આ બાબતને ગણતરીમાં લેતી નથી.’