કેરળમાં થયેલા વિસ્ફોટો પછી નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. પોલીસ કમિશનર અમિતેશ કુમારે સોમવારે સાંજે ટોચના અધિકારીઓની બેઠક યોજી હતી અને તેમને મહલ વિસ્તારમાં આરએસએસના હેડક્વાર્ટર સહિત શહેરના સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધુ કડક બનાવવાનો આદેશ આપ્યો હતો, એમ સિનિયર પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. રવિવારે કોચી નજીક કલામસેરીમાં જેહોવાહ વિટનેસિસની પ્રાર્થના સભામાં થયેલા વિસ્ફોટોમાં ત્રણ લોકો માર્યા ગયાં હતાં અને ઘણા ઘાયલ થયા હતાં.