હવે તેમના અનુગામી અને નવા ફર્સ્ટ મિનિસ્ટરની શોધ શરૂ કરવામાં આવી છે જેમાં SNPના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનના ભૂતપૂર્વ ડેપ્યુટી જ્હોન સ્વિની મેદાનમાં સૌથી આગળ છે.

લંડનમાં હાઉસ ઓફ કોમન્સમાં સંસદના સભ્ય તરીકે SNPનું પ્રતિનિધિત્વ કરતા સ્ટીફન ફ્લીન અને અગાઉ યુસફ સામે હારી ગયેલા કેટ ફોર્બ્સ પણ અન્ય દાવેદારો છે.

ભૂતપૂર્વ ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિની કેરટેકર તરીકે કાર્યભાર સંભાળી શકે તેવા સંકેતો સાથે નેતૃત્વના ભૂતપૂર્વ દાવેદાર કેટ ફોર્બ્સ અને મિનિસ્ટર ગિલરુથને આગળ ધપાવાઇ રહ્યા છે.

જ્હોન સ્વિનીએ કહ્યું હતું કે તેમનું મેસેજ ઇનબોક્ષ સાથીદારોના સંદેશાઓથી ઉભરાઈ ગયું છે અને તેઓ તેમને ચૂંટણી લડવાનું કહે છે. મારે આગામી દિવસોમાં જાહેરાત કરતા પહેલા તેણે વિચારવું પડશે.

કેટ ફોર્બ્સે તેમના કેટલાક પ્રારંભિક વર્ષો ભારતમાં વિતાવ્યા હતા જ્યાં તેણીના માતા-પિતા ખ્રિસ્તી મિશનરી તરીકે કામ કરતા હતા. ગયા વર્ષની SNP નેતૃત્વની ચૂંટણીમાં તેઓ યુસુફના સૌથી નજીકના હરીફ હતા.

 

LEAVE A REPLY