વડા પ્રધાન બોરિસ જૉન્સને જણાવ્યું હતું કે સ્કોટલેન્ડની સ્વતંત્રતા માટે બીજા લોકમત વિશે વાત કરવાનો હાલ સમય નથી. બીજી તરફ સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને અગાઉ કહ્યું હતું કે બ્રિટિશ સરકારની સંમતિ વિના સ્કોટલેન્ડની ડીવોલ્વ સંસદ કેવી રીતે નવા લોકમત સાથે આગળ વધી શકાય તે અંગે વધુ વિગતો આપવા લગભગ તૈયાર છે.
સ્ટર્જને જણાવ્યું હતું કે ‘’ગયા વર્ષની સ્કોટિશ સંસદની ચૂંટણીના પરિણામો બતાવે છે કે જનતા શું માંગે છે પણ વડા પ્રધાન જૉન્સને તેની મંજૂરી આપવા માટે “સેક્શન 30″ આદેશ જારી કરવાનો ઇનકાર કર્યો હતો. જો આપણે અહીં સ્કોટલેન્ડમાં લોકશાહીને જાળવી રાખવાની હોય, તો આપણે કલમ 30ના આદેશ વિના જો જરૂરી હોય તો આગળનો માર્ગ બનાવવો જોઈએ.”