અમેરિકામાં સરકારી નોકરી કરતા એક વૈજ્ઞાનિકે સરકાર પર આરોપ મુક્યો છે કે, ભારત અને પાકિસ્તાનમાંથી મંગાવાઈ રહેલી હાઈડ્રોક્સીકલોરોક્વીન દવાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવવા બદલ મારી હકાલપટ્ટી કરવામાં આવી છે. હેલ્થ એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા રિક બ્રાાઈટે આ બાબતે યુએસ ઓફિસ ઓફ સ્પેશ્યલ કાઉન્સિલ સમક્ષ ફરિયાદ પણ કરી છે.
જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, ઉપરી અધિકારીઓએ મેં આપેલી ચેતવણીઓને અને ખાસ કરીને કોરોનાની સારવાર માટે મંગાવાયેલી હાઈડ્રોક્સીક્લોરોક્વીન જેવી દવાઓને લઈને આપેલી વોર્નિંગ નજર અંદાજ કરી છે. બ્રાઈટનો આરોપ છે કે, પાકિસ્તાન અને ભારતમાંથી થતી દવાની આયાતને લઈને વધારે ચિંતા જનક સ્થિતિ છે.કારણકે અમેરિકાના ફેડરલ ડ્રગ ઓથોરિટી દ્વારા આ દવાઓ જે ફેકટરીમાં બને છે તેનુ નિરિક્ષણ કરવામાં આવ્યુ નથી.
આ દવાઓ નકલી પણ હોઈ શકે છે અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ પણ સર્જાઈ શકે છે. ઈમરજન્સીને આગળ ધરીને અમેરિકાએ પાંચ કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વીન મંગાવી છે.બ્રાઈટરનો આરોપ છે કે, સુરક્ષિત અને વૈજ્ઞાનિક રુપથી પ્રમાણિત સંસાધનો પર ખર્ચો કરવા પ ર મેં ભાર મુક્યો હતો.જેના કારણે મને મારા પદ પરથી હટાવી દેવાયો છે.