ભારતના શિક્ષણ મંત્રાલયે 15મી ઓક્ટોબરથી શાળાઓ શરૂ કરવા માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. એ પ્રમાણે શાળા શરૂ થશે તેના ત્રણ સપ્તાહ સુધી વિદ્યાર્થીઓની કોઈ જ પરીક્ષા લેવાશે નહીં. શાળાનું કેમ્પસ સ્વચ્છ રાખવું પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ફરજિયાત રહેશે.
15મી ઓક્ટોબરથી શાળાઓ શરૂ કરવા માટેની ગાઈડલાઈન કેન્દ્રીય શિક્ષણ વિભાગે જાહેર કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ. રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે શાળા શરૂ થશે તેના બે-ત્રણ સપ્તાહ સુધી વિદ્યાર્થીઓની એસેસમેન્ટ ટેસ્ટ લઈ શકાશે નહીં. એ દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે અને તેના દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં આવવા પ્રોત્સાહિત કરાશે. શાળાની કેન્ટિન, બાથરૂમ, કિચન વગેરેમાં સ્વચ્છતા નિયમો પાળવાના રહેશે.