Supreme Court stay on promotion of 68 judges in Gujarat
(istockphoto.com)

ભારતની સુપ્રીમ કોર્ટે સરકારી બેન્ક એસબીઆઇ સાથે રૂ.3,300 કરોડનો લોન ફ્રોડ કરનારા મુંબઈ સ્થિત કંપની ઉષદેવ ઇન્ટરનેશનલના ચેરમેન સુમન વિજય ગુપ્તાને યુએઇ જવાની પરવાનગી આપતા બોમ્બે હાઇકોર્ટના આદેશ સામે મનાઇહુકમ આપ્યો હતો.

કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા રજૂઆતો કરી હતી તપાસ એજન્સીઓને આર્થિક ગુનેગારો અને કૌભાંડીઓને વ્યક્તિગત બાંયધરીના આધારે વિદેશ જવાની મંજૂરી આપવાનો ખરાબ અનુભવ છે. આવા ગુનેગારો ભાગ્યે જ તેમની બાંયધરીનું પાલન કરીને ભારતમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરે છે.

તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તે એક કંપનીના ચેરપર્સન છે, જેને રૂ.3,300 કરોડ લોન લીધી હતી. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. આ લોનને NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ) જાહેર કર્યા પછી તેમણે ભારતની નાગરિકતા છોડી દીધી છે અને ડોમિનિકાની નાગરિકતા મેળવી છે. એક લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરાયો હતો અને તેમને મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અમે નોટિસ જારી કરીશું. વધુ ઓર્ડર્સને પેન્ડિંગ રાખીને હાઇકોર્ટના આદેશ સામે સ્ટે મૂકીએ છીએ.

LEAVE A REPLY