સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) UKના પ્રાદેશિક વડા શરદ ચાંડકને બ્રિટનના નાણાકીય હબ સાથે બેંકના ઐતિહાસિક સંબંધોને માન્યતા આપવા બદલ લંડનના મેન્શન હાઉસ ખાતે ગુરુવારે લંડનના લોર્ડ મેયર વિન્સેન્ટ કેવેનીની હાજરીમાં ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
લંડન સિટી ઓફ ધ ફ્રીડમ 13મી સદીથી એનાયત કરાય છે અને ત્યારથી લંડનના નાણાકીય કેન્દ્રમાં પ્રભાવ પાડનાર વ્યક્તિઓને તે એવોર્ડ આપવામાં આવે છે.
ચાંડકે કહ્યું હતું કે “મને પ્રતિષ્ઠિત ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન સન્માન પ્રાપ્ત કરતા આનંદ થાય છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને સિટી ઓફ લંડન વચ્ચે લાંબા સમયથી ચાલતા અને સ્થાયી સંબંધોના પ્રતીક તરીકે તેને સ્વીકારવામાં આવે છે. યુકેમાં ભારતીય બેંકોમાં એસબીઆઈ દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા અને છેલ્લા 100 વર્ષોમાં કોર્પોરેટ, નાના અને મધ્યમ વ્યવસાયો અને છૂટક ગ્રાહકોને જે સેવાઓ આપી છે તેની સરાહના કરાઇ છે. પોતાની દ્રષ્ટિ, સમર્પણ અને વ્યવસાયિકતા દ્વારા યુકેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ડની સ્થાપના કરી SBI અને લંડન સિટીના સંબંધોને મજબૂત બનાવનાર SBI UK ના વર્તમાન અને ભૂતકાળના તમામ કર્મચારીઓ માટે આ એવોર્ડ આ એવોર્ડ સન્માનની વાત છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ યુકેમાં તેની કામગીરીના 100 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ પુરસ્કાર અમારી વ્યાવસાયિક સફરમાં એક પરાકાષ્ઠા છે.”
લંડન સિટી ઓફ ધ ફ્રીડમ 1237માં શરૂ થયું હોવાનું માનવામાં આવે છે અને તે મેળવનારાઓને શહેરમાં તેમનો બિઝનેસ કરવા સક્ષમ બનાવ્યા હતા.
આ સન્માનના અગાઉ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલા, માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ, કેપ્ટન સર ટોમ મૂર, પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયના અને મોર્ગન ફ્રીમેનને અપાઇ ચૂક્યું છે.