SBI UK introduced 50 percent loan to value product
A branch of the State Bank of India, in King Street, London. iStock image

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડે તેના ફિક્સ્ડ રેટ બાય-ટુ-લેટ પ્રોડક્ટ્સનો ફરીથી પ્રારંભ કરવાની જાહેરાત કરી 50 ટકા લોન ટૂ વેલ્યુ પ્રોડક્ટ રજૂ કરી છે. જે વિવિધ પ્રોડ્ક્ટ્સના સમૂહમાં સ્પર્ધાત્મક દરો ઓફર કરે છે. ઓ પ્રોડક્ટ્સ વ્યક્તિગત અને પોર્ટફોલિયો લેન્ડલોર્ડ્ઝ માટે સ્પર્ધાત્મક ડીલ્સ ઓફર કરે છે, જેમાં વિદેશીઓ માટેની પ્રોડક્ટ્સ પણ સામેલ છે.

“A”, “B” અથવા “C” EPC રેટિંગ ધરાવતી અનુરૂપ ગ્રીન રેન્જ પ્રોપર્ટીઝ માટે આ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે અને આવા મકાનમાલિકોને SBI UK ના પ્રાઇસ પોઈન્ટ્સમાં નીચા દરોનો લાભ મળશે. આ સીરીઝ સ્પર્ધાત્મક બાય-ટુ-લેટ માર્કેટમાં આકર્ષક વિકલ્પ પ્રદાન કરે છે.

SBI UKના ચીફ બિઝનેસ ઑફિસર અભિષેક સહાયે જણાવ્યું હતું કે, “અમે અમારી ફિક્સ્ડ રેટ બાય-ટુ-લેટ પ્રોડક્ટ્સને ફરીથી રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે આ નિર્ણાયક સમયમાં મકાનમાલિકો અને UK હાઉસિંગ માર્કેટને ટેકો આપશે. અમે બાય ટુ લેટ માર્કેટ માટે પ્રતિબદ્ધ છીએ અને અમારા મધ્યસ્થી ભાગીદારો સાથે જોડાવા માટે આતુર છીએ. અમારી ગ્રીન રેન્જ એનર્જી એફિશીયન્ટ ઘરો અને મિલકતોને સમર્થન અને પુરસ્કાર આપવાનું ચાલુ રાખે છે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે પ્રોત્સાહિત કરવામાં તેનો ભાગ ભજવવાનું ચાલુ રાખવા બદલ બેંકને ગર્વ છે.”

LEAVE A REPLY