સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. દેશના એક ભૂતપૂર્વ મુખ્ય ઇન્ટેલિજન્સ ઓફિસર ડો. સાદ અલજબરીએ આરોપ મુક્યો છે કે, સલમાને તેમને મારવા હત્યારાઓની એક ટીમ કેનેડા મોકલી હતી. ડો. સાદે જણાવ્યું હતું કે, આ ટીમ પત્રકાર જમાલ ખશોગીની હત્યાના થોડા દિવસ પછી કેનેડા પહોંચી હતી. જોકે, તેમની યોજના નિષ્ફળ રહી હતી અને ડો. સાદ બચી ગયા હતા. ખશોગીની તુર્કીમાં થયેલી હત્યા પણ પ્રિન્સ સલમાને મોકલેલી હત્યારાઓની ટીમે કરી હતી.
વોશિંગ્ટનની ફેડરલ કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં આ ગંભીર આરોપ મોહમ્મદ બિન સલમાન પર મુકાયા હતા. ડો. સાદ અંદાજે ત્રણ વર્ષ પહેલા કેનેડા જતા રહ્યા હતા. ત્યારબાદ તેઓ ખાનગી સુરક્ષા હેઠળ ટોરેન્ટોમાં રહેતા હતા. કોર્ટના દસ્તાવેજોમાં જણાવાયું છે કે, સઉદી અરેબિયાના હિટમેન ઉપર કેનેડાના બોર્ડર એજન્ટોને તેમના પર શંકા જતાં તેઓ નિષ્ફળ ગયા હતા. આ લોકોનું ત્યારે ટોરેન્ટોના એરપોર્ટ ઉપર આગમન જ થયું હતું. ડો. અલજબરી લાંબા સમય સુધી સાઉદી અરેબિયામાં બ્રિટનની ગુપ્તચર એજન્સી MI6 અને અન્ય પશ્ચિમી ગુપ્તચરો માટે કામ કરતા હતા.
ફેડરલ કોર્ટમાં કરાયેલા કેસના 106 પાના દસ્તાવેજોમાં એવો આરોપ મુકાયો છે કે, ડો. અલજબરીને ચૂપ કરવા સાઉદી પ્રિન્સે તેમને મારવાનો પ્રયાસ કર્યો હતો. ડો. સાદે જણાવ્યું હતું કે, તેમની પાસે ઘણી મહત્ત્વની માહિતી છે. દસ્તાવેજોમાં જણાવાયું છે કે, તેમાં કથિત ભ્રષ્ટાચાર અને સાઉદી પ્રિન્સના ભાડુતી સિપાઈઓની ‘ટાઇગર સ્ક્વોડ’ની માહિતી પણ સામેલ છે.
ટાઇગર સ્ક્વોડના સભ્યોએ જ 2018માં પત્રકાર જમાલ ખશોગીની તુર્કીની સાઉદી એમ્બેસીમાં હત્યા કરી હતી. કહેવાય છે કે, ડો. સાદે આરોપ મુક્યો છે કે, પ્રિન્સે ઘણીવાર તેમને દેશમાં પરત આવવા જણાવ્યું હતું. ઘણીવાર તો તેમણે પોતે મેસેજ કર્યા હતા. એક મેસેજમાં સાઉદી પ્રિન્સે જણાવ્યું હતું કે, ‘અમે નિશ્ચિતરૂપે તમારી પાસે પહોંચી જઇશું.