સાઉદી અરેબિયાએ તેના કોવિડ-19 રેડ લિસ્ટમાં સામેલ દેશોની મુલાકાત લેનારા તેના નાગરિકો માટે ત્રણ વર્ષના ટ્રાવેલ પ્રતિબંધ અને જંગી પેનલ્ટીની જાહેરાત કરી છે. સાઉદી અરેબિયાના રેડ લિસ્ટમાં ભારત, વિયેતનામ, યુએઇ, લિબિયા, સિરિયા, લેબનોન, યેમેન, ઇરાન સહિતના દેશો છે.
સાઉદી પ્રેસ એજન્સીના અહેવાલને ટાંકીને ગલ્ફ ન્યૂઝે મંગળવારે જણાવ્યું હતું કે પ્રતિબંધિત દેશોમાં પ્રવાસ દેખિતી રીતે કોરોના સંબંધિત ટ્રાવેલ નિયંત્રણોનો ભંગ છે. એસપીએના રિપોર્ટમાં જણાવાયું હતું કે સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયના અધિકારીઓએ તાજેતરમાં નો-ટ્રાવેલ લિસ્ટમાં સામેલ દેશોમાં પ્રવાસ કરવા સામે નાગરિકોને ચેતવણી આપી છે, કારણ કે આ દેશોએ કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે.