Satya Nadella, awarded the Padma Bhushan in the US
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલા (REUTERS Photo)

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ 20 ઓક્ટોબરે જણાવ્યું છે કે ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ મેળવવો તેમના માટે સન્માનની બાબત છે અને તેઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરવા ભારતના લોકો સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સુક છે.

નડેલાને ગયા અઠવાડિયે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલ જનરલ ડૉ. ટી.વી. નાગેન્દ્ર પ્રસાદના હસ્તે વિશિષ્ટ સેવા માટે આ એવોર્ડ એનાયત કરાયો હતો. નડેલા આગામી જાન્યુઆરીમાં ભારતની મુલાકાત લેવાની યોજના ધરાવે છે. આ વર્ષની શરૂઆતમાં ભારત સરકારે આ 17 એવોર્ડ વિજેતાના નામ જાહેર કર્યા હતા. તેમાં માઈક્રોસોફ્ટના 55 વર્ષીય સીઈઓનું પણ નામ હતું.

પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ નડેલાએ કહ્યું: પદ્મ ભૂષણ એવોર્ડ મેળવવો અને ઘણા અસાધારણ લોકો સાથે ઓળખાણ મેળવવી એ સન્માનની વાત છે. હું રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ભારતના લોકોનો આભાર માનું છું અને ભારતભરના લોકો સાથે કામ કરવાનું ચાલુ રાખવાની આશા રાખું છું, જેથી તેઓ વધુ હાંસલ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે.?
મીટિંગ દરમિયાન નડેલાએ પ્રસાદ સાથે ભારતમાં સર્વસમાવેશક વિકાસને સશક્ત કરવામાં ડિજિટલ ટેક્નોલોજીની મહત્ત્વની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી માઈક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર ભારતના વિકાસના માર્ગ તથા વૈશ્વિક રાજકીય અને ટેક્નોલોજી લીડર બનવાની દેશની સંભવિતતા પર આ ચર્ચા કેન્દ્રિત હતી.

ડૉ. પ્રસાદ સાથેની મુલાકાત બાદ નડેલાએ જણાવ્યું હતું કે આપણે આર્થિક, સામાજિક અને ટેકનોલોજીના ઐતિહાસિક પરિવર્તનના સમયગાળામાં પસાર રહ્યા છીએ. હૈદરાબાદમાં જન્મેલા નડેલાને ફેબ્રુઆરી 2014માં માઈક્રોસોફ્ટના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જૂન 2021માં તેમને કંપનીના ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં તેઓ બોર્ડ માટે એજન્ડા સેટ કરવાના કાર્યનું નેતૃત્વ કરે છે.

પદ્મ પુરસ્કાર એ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું એક છે જે દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર કરવામાં આવે છે.માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે નડેલા જાન્યુઆરી 2023 માં ભારતની મુલાકાત લેવાની યોજના ધરાવે છે, જે લગભગ ત્રણ વર્ષમાં દેશની તેમની પ્રથમ મુલાકાત છે.

LEAVE A REPLY