(ANI Photo)

ભારતના સાત્વિક સાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી (19 મે) રવિવારે થાઈલેન્ડ ઓપન બેડમિંટનમાં ફરી એકવાર પુરૂષોની ડબલ્સમાં ચેમ્પિયન બન્યા હતા. આ બન્ને ભારતીય ખેલાડીઓ છેલ્લા થોડા સમયમાં વધુ ને વધુ પ્રમાણમાં સફળતા મેળવી રહ્યા છે અને અગાઉ બન્નેએ ગત માર્ચ મહિનામાં ફ્રેન્ચ ઓપન સુપર 750 ટાઈટલ હાંસલ કર્યું હતું. તો બે સ્પર્ધાઓમાં તેઓ રનર્સ અપ પણ રહ્યા હતા.

એશિયન ગેમ્સની આ ચેમ્પિયન જોડીએ રવિવારે તેમના ચીનના હરીફો, વિશ્વમાં ત્રીજી ક્રમાંકિત જોડી ચેન બો યાંગ તથા લીયુ યીને સીધી ગેમ્સમાં 21-15, 21-15થી હરાવ્યા હતા. થાઈલેન્ડ ઓપનનું ટાઈટલ તેમના માટે વિશેષ મહત્ત્વનું રહ્યું હતું, આ ટુર્નામેન્ટમાં તેઓ એક પણ ગેમ હાર્યા વિના ચેમ્પિયન બન્યા હતા. આ ભારતીય જોડીએ તેમના ચીની હરીફોનો ફાઈનલમાં નહીં હારવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

LEAVE A REPLY