મુસાફરોને નકલી કોવિડ-19 પ્રમાણપત્રો વેચીને લગભગ £5,000ની કમાણી કરનાર ભારતીય મૂળની 41 વર્ષીય સરનજિત ત્રિના કંડોલાને પાંચ ગુના માટે દોષિત ઠેરવી કોવેન્ટ્રી ક્રાઉન કોર્ટમાં જેલની સજા કરવામાં આવી છે. કંડોલાએ નકલી કોવિડ-19 ‘ફિટ ટુ ફ્લાય’ પ્રમાણપત્રોનું વેચાણ કરીને હોલિડેમેકર્સને છેતર્યા હતા.
સાઉથ વ્યૂ રોડ, લેમિંગ્ટન સ્પા ખાતે રહેતી કંડોલાએ ‘ટ્રાવેલ ટેસ્ટ સોલ્યુશન્સ લિમિટેડ’ બિઝનેસની સ્થાપના કરી પ્રવાસી વ્યક્તિ દીઠ £60થી £149 મેળવી PCR ટેસ્ટ વેચ્યા હતા. કંડોલાએ સ્વેબ્સ લેવા માટે પીડિતોના ઘરની મુલાકાત લીધા પછી ટ્રેડિંગ સ્ટાન્ડર્ડને જણાયું હતું કે તે ટેસ્ટ છેતરપિંડીભર્યા હતા. તેણે ભૂતપૂર્વ પતિના નામે પેપાલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો અને પ્રમાણપત્રો પર નકલી કેર ક્વોલિટી કમિશન નંબર છાપ્યા હતા.
શ્રીમતી કંડોલાનું પ્રતિનિધિત્વ કરતી નતાલી બર્મને જણાવ્યું હતું કે ‘’મારા ક્લાયન્ટને અત્યંત પસ્તાવો થયો હતો અને તેણી 3 બાળકોને ટેકો આપવા માટે આર્થિક રીતે સંઘર્ષ કરી રહી હતી.
વૉરીકશાયર ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ ઑફિસર્સે આ છેતરપિંડીનો પર્દાફાશ કરવા અને અન્ય લોકોને નાણાં ગુમાવતા અટકાવવા માટે ઝડપથી કાર્યવાહી કરી હતી