મોતને ભેટેલી સારા શરીફને તેના હિંસક પિતાને પરત સોંપનાર જજ એલિસન રાયસાઇડનું નામ હવે પ્રેસ દ્વારા ગેગ ઓર્ડરને ઉથલાવી દેવા માટે કરવામાં આવેલી અરજી બાદ બહાર આવી શકે છે. તેમના પર વર્તનમાં ગંભીર નિષ્ફળતાઓનો આરોપ મૂકાયો હતો.
જજ વિલિયમ્સે મીડિયાને શ્રીમતી જસ્ટિસ રાયસાઇડ અને સારાની સંભાળ અંગેના નિર્ણયોમાં સામેલ બે અન્ય લોકોના નામ લેવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. સારાના પિતાએ ઘણી સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કર્યો હોવાના અને એકને છરીથી ધમકી આપવા સહિત નિયમિતપણે તેમના બાળકોને માર માર્યો હોવાના દાવાઓ બાદ પણ સારાને તેના પિતાને સોંપવામાં આવી હતી.
આ ચુકાદાને ધ ટેલિગ્રાફ સહિત પ્રેસ દ્વારા સફળતાપૂર્વક પડકારવામાં આવ્યો હતો અને તેમણે દલીલ કરી હતી કે જજીસના નામ ગુપ્ત રાખવાથી ન્યાય પ્રણાલી પર “જાહેર શંકા વધશે”.
સારાની માતા દ્વારા તેમના પર અયોગ્ય રીતે વર્તન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેમાં “પારદર્શિતાનો અભાવ હતો અને પ્રક્રિયાગત રીતે અનિયમિત” હતું.
૧૦ વર્ષીય સારાની લાશ ૧૦ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સરેના વોકિંગમાં તેના ઘરે પિતા ઉર્ફાન શરીફ અને સારાની સાવકી માતા બેનાશ બતૂલ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેમને ડિસેમ્બરમાં ઓલ્ડ બેઇલી ખાતે તેની હત્યા બદલ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)