- પ. પૂ. સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતિજી અને પૂ. સાધ્વી ભગવતી સરસ્વતિજીની નિશ્રામાં શનિવાર તા. 20 ઓગસ્ટના રોજ સાંજે 4-30થી આધ્યાત્મિક પ્રવચન અને સત્સંગનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર, ધર્મ ભક્તિ મેનોર, વુડ લેન, સ્ટેનમોર, HA7 4LF ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 4-30થી 6 પ્રસાદ અને તે પછી સત્સંગ પ્રશ્નોત્તરીનો લાભ મળશે.
- BAPS સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામિ રોડ, નીસડન NW10 8HW ખાતે શુક્રવાર તા. 19-8-2022ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9થી રાતના 8 દરમિયાન અન્નકૂટ દર્શન, રાત્રે 8થી 9-35 દરમિયાન ઉત્સવ સભા અને રાત્રે 9-30 કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ આરતી તથા આખે દિવસ ભગવાનના દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8965 2651.
- શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર, વડતાલ ધામ, બ્રીડલ રોડ, ઇસ્ટ કોટ, પીનર (SSAUSM) HA5 2SH ખાતે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન તા. 16થી 22 ઓગસ્ટ દરમિયાન વિકડેઝમાં સાંજે 5થી 8 અને વિકેન્ડમાં સવારે 9થી 12 અને સાંજે 5થી 8 કરવામાં આવ્યું છે. તા. 19ના રોજ શુક્રવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને આચાર્ય શ્રી અજેન્દ્ર પાસાદજી મહારાજનો 73મો જન્મોત્સવ યોજાશે. કથાનું રસપાન પૂ. કૈવલ્યસ્વરૂપદાસજી સ્વામી કરાવશે. દરરોજ કથા પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 3972 2274.
- હનુમાન હિન્દુ મંદિર, શ્રી ડીવાયસી ટ્રસ્ટ, 51 બીચ એવન્યુ, બ્રેન્ટફર્ડ, TW8 8NQ ખાતે શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીની લંડન મુલાકાત પ્રસંગે વિશેષ સ્વાગત અને દર્શન કાર્યક્રમનું આયોજન મંગળવાર 23ના રોજ સાંજે 7 વાગ્યા પછી કરાયું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીતા પઠન કરાશે. તા. 24 અને 25ના રોજ સાંજે 7 વાગ્યાથી શ્રી ચક્ર પૂજા અને પ્રવચનનું આયોજન કરાયું છે. સંપર્ક: બંસીભાઈ 07466 334 961.
- શ્રી લોહાણા મહાજન લેસ્ટર અને શ્રી રામમંદિર દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન શુક્રવાર તા. 19 ઓગસ્ટના રોજ સાંજે 00 વાગ્યાથી કરવામાં આવ્યું છે. યજમાન શ્રી કબીરભાઈ સુરજીતભાઈ પુરકાયસ્થ અને શ્રી રોહનભાઈ રોનકભાઈ ભીમજીયાણી છે. સંપર્ક: ઈમેલ [email protected]
- હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા બોલિવુડ મ્યુઝીકલ નાઇટ અને ગરમાનું આયોજન શનિવાર તા. 27-8-2022વના રોજ સાંજે 7-30થી મોડે સુધી આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ હોલ, સ્ટેન્લી એવન્યુ, HA0 4JE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: રૂપલ પંડ્યા 07853 215 037.
- વૈષ્ણવ સંઘ ઑફ યુકે અને શ્રીનાથધામ નેશનલ હવેલી અને કોમ્યુનિટી સેન્ટર દ્વારા શનિવાર 20 ઓગસ્ટ 2022થી શુક્રવાર 26 ઓગસ્ટ 2022 દરમિયાન બાયરોન હોલ, હેરો લેઝર સેન્ટર ખાતે પ.પૂ. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (જેજે શ્રી)ની ઉપસ્થિતિમાં 84 બેઠકજી મહોત્સવ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ 1,500થી 2,000 મહેમાનો પધારશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન યુકે અને યુરોપમાં આસ્થા ચેનલ દ્વારા પ્રસારિત કરાશે. રોજ સાંજે 7 વાગ્યાથી પ્રસાદનો લાભ મળશે.