- કાશ્મીરમાં હિંદુઓના નરસંહારને ઉજાગર કરવા અને તેમને સમર્થન આપવા ફિલ્મ કાશ્મિર ફાઇલના ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી અને અભિનેત્રી પલ્લવી જોશીના એક પ્રવચનનું આયોજન લંડનના હાઈડ પાર્ક, સ્પીકર્સ કોર્નર ખાતે રવિવાર 12 જૂન બપોરે 2 વાગ્યે કરવામાં આવ્યું છે.
- લેસ્ટર શ્રી રામ મંદિર અને લેસ્ટર લોહાણા મહિલા મંડળ દ્વારા કિર્તેશભાઈ ભોગાયતા એન્ડ ટીમના 51 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન 11મી જૂનને શનિવારે સવારે 10.45થી સાંજે 4.00 સુધી કરવામાં આવ્યું છે. જીવંત પ્રસારણ લેસ્ટર લોહાણા ફેસબુક પેજ પર જોઇ શકાશે. સંપર્ક: હેમેન્દ્રભાઈ મોદી 07837 706 788 અને અનસૂયાબેન ગઢિયા 07830 909777
- LCNL એક્ટિવિટી ટીમ દ્વારા 22 જૂન 2022 બુધવારના રોજ સાંજે 6 વાગ્યાથી પેઇન્ટિંગ અને પિઝા કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેનું સંચાલન અવની આર્ટના અવની દ્વારા કરશે. પેઇન્ટીંગ શિખવા માટે માર્ગદર્શન અને જોઈતી દરેક વસ્તુ પૂરી પાડવામાં આવશે. રાત્રે ખાવા-પીવાની પણ વ્યવસ્થા છે. સંપર્ક: પ્રતિભાબેન લાખાણી 07956 454 644 અથવા સરજુ કોટેચા 07792 266 327.
- લેસ્ટર ગોશાળા, સ્પ્રિંગ ગ્રેંજ કોટેજ, ક્રોક્સટન રોડ, બીબી લેસ્ટર LE7 3BH ખાતે જન્મદિવસની ઉજવણી અને હવનનું આયોજન શનિવાર તા. 18 જૂનના રોજ સવારે 30થી 3.30 દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કથક નૃત્ય, શ્લોક મંત્રો, કીર્તન અને ભજનો સહિત સ્ટેજ પર્ફોર્મન્સ, મહેંદી, ફેસ પેઇન્ટિંગ, બાળકોની પેઇન્ટિંગ સ્પર્ધા, બાઉન્સી કાસલ ઉપરાંત વિવિધ મનોરંજક રમતો અને રૅફલ પ્રાઇઝ ડ્રોનો લાભ મળશે. સંપર્ક: 07961 432 555. ગોશાળાની મુલાકાત લેવા માટે સંપર્ક: 07990 997 956.