સંસ્થા સમાચાર

0
712
  • બ્રહ્માકુમારીઝ, ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ દ્વારા આંતરિક શાંતિ અને શક્તિને વધારવા અને વિકસાવવા માટે તેમજ વિચારોની લાગણી અને વિઝ્યુલાઇઝેશનની વહેંચણી માટે ક્રિએટિવ મેડિટેશન ઓનલાઇન કાર્યક્રમનુ આયોજન દર શુક્રવારે સાંજે 7થી 8 દરમિયાન કરવામાં આવ્યુ છે. જેને ફેસબુક @brahmakumarisgch અને Instagram Globalcooperationhouse પર અથવા લાઇવ વેબકાસ્ટ org/webcast પર ભાગ લઇ શકો છો. તમારી સાથે કાગળ, પેન અને પેપર ક્રેયોન્સ સાથે રાખવા વિનંતી.
  • દર મંગળવારે સાંજે 7.30 વાગ્યે ‘ટાઈમલેસ હિન્દુ વિઝડમ’ નામની નવી વેબ સિરીઝ શરૂ કરવામાં આવી છે. જે શ્રેણીનો હેતુ પ્રાચીન હિન્દુ ગ્રંથોમાંથી સમકાલીન ઉપદેશો પહોંચાડવાનો છે. આજે યોગાનંદદાસ સ્વામી રામાયણમાંથી ‘હનુમાન્સ લીપ: ધ પાવર વિધીન યુ ઇઝ નેવર લૉક ડાઉન’ વિષય પર પ્રવચન આપશે. આવતા મંગળવારે તેઓ ‘હનુમાન્સ લીપ: આઇસોલેટીંગ ધ ઇગો’ વિષય પર પ્રવચન આપશે. તમને આ શ્રેણી વિશે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને [email protected] પર ઇમેઇલ કરો.
  • બ્રહ્માકુમારીઝ, અપ્ટોન પાર્ક સેન્ટર દ્વારા રાજયોગ મેડિટેશન ફાઉન્ડેશન કોર્સનુ આયોજન તા. 15-16-17 મા 2020ના રોજ સવારે 11થી 12 દરમિયાન ઓનલાઇન ઝૂમ સીસ્ટમ દ્વારા કરવામાં આવ્યું છે. રસ ધરાવનાર વ્યક્તિઓને [email protected] ઉપર ઇમેઇલ કરવા વિનંતી છે. કાર્યક્રમના હોસ્ટ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉમંગ મોદી રહેશે અને કોર્સમાં મેડિટેશ ક્ષેત્રના વિદ્વાનો દ્વારા કરવામાં આવશે. સંપર્ક: 020 8471 0083.
  • બ્રહ્માકુમારીઝ લેસ્ટર દ્વારા  ‘ટેકીંગ ચાર્જ ઓફ યોરસેલ્ફ’ વિષય પર સીસ ઉષાના લાઇવ વેબકાસ્ટ પ્રવચનનું આયોજન તા. 15-5-20 શુક્રવારના રોજ સાંજે 7થી 8 દરમિયાન કરવમાં આવ્યુ છે. * સેલ્ફ કોન્ફીડન્સ વિષય પર લાઇવ વેબકાસ્ટનુ આયોજન તા. 22 મે 2020 શુક્રવારના રોજ સાંજે 7થી 8 દરમિયાન કરવમાં આવ્યુ છે. * સિકનેસ એન્ડ સ્પીરીચ્યુઅલ મેડીસીન વિષય પર સીસ્ટર ઇન્દુના લાઇવ વેબકાસ્ટ પ્રવચનનુ આયોજન સાથે તા. 29 મે 2020 શુક્રવારના રોજ સાંજે 7થી 8 દરમિયાન કરવમાં આવ્યુ છે. લાઇવ વેબકાસ્ટ જોવા માટે https://www.brahmakumaris.uk/leicesterlive લોગ ઇન કરવા વિનંતી.