સંજીવ ગુપ્તાના GFG એલાયન્સે તેમના યુરોપિયન એલ્યુમિનિયમ બિઝનેસના રિફાઇન્સ માટે ગ્લેનકોર સાથે ડીલ કરવાની ફરી મંત્રણા ચાલુ કરી છે. ગુપ્તાના આ એલ્યુમિનિયમ બિઝનેસમાં યુરોપના ડનકર્ક ખાતેના સૌથી મોટા એલ્યુમિનિયમ સ્મેલ્ટરનો સમાવેશ થાય છે.
આ કોમોડિટી ગ્રૂપને એલ્યુમિનિયમના ફોરવર્ડ સેલિંગની સમજૂતીથી ગુપ્તાના નાણાભીડનો સામનો કરી રહેલા બિઝનેસ ગ્રુપને એલ્વાન્સ તરીકે જાણીતા એલ્યુમિનિયમ બિઝનેસનું વેચાણ કરવાની ફરજ પડશે નહીં.
ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ સૂચિત સમજૂતી હેઠળ એલ્વાન્સના 500 મિલિયન ડોલરના દેવાનું ગ્લેનકોર રિફાઇનાન્સ કરે તેવી શક્યતા છે.
ગુપ્તા તેમના સૌથી મોટા લેણદાર ગ્રીનસીલ કેપિટલના પતન પછી તેમના બિઝનેસ સામ્રાજ્યને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. GFGમાં કથિત કૌભાંડ અને મની લોન્ડરિંગની સિરિયસ ફ્રોડ ઓફિસે તપાસ ચાલુ કર્યા પછી પણ આ ગ્રુપ પરના દબાણમાં વધારો થયો છે.
માર્ચમાં સન્ડે ટાઇમ્સમાં અહેવાલ હતા કે ગુપ્તા ગ્લેનકોરને તેમના એલ્યુમિનિયમનું ફોરવર્ડ સેલિંગ કરીને ભંડોળ ઊભું કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. એપ્રિલમાં અમેરિકાના પ્રાઇવેટ ઇક્વિટી ગ્રૂપ અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનર્સે ડનકર્ક સ્મેલ્ટર અને બેલ્જિયમમાં ડફેલ રોલિંગ મિલના મોટાભાગના સિનિયર ડેટની ખરીદી કરી હતી અને આ એસેટની ખરીદી માટે મુખ્ય દાવેદાર બન્યું હતું.
તાજેતરમાં બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો કે AIPના આવા વેચાણને GFGના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર જય હામ્બ્રોએ ટેકો આપ્યો હતો, પરંતુ ગુપ્તા ખુશ ન હતા.
આ મુદ્દે ગ્લેનકોરે ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. GFG એલાયન્સે જણાવ્યું હતું કે ગ્રીનસીલ કેપિટલના પતન પછી GFG તેના બિઝનેસના પુનર્ગઠન અને રિફાઇનાન્સ માટે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. એલ્વાન્સ બિઝનેસ સારો દેખાવ કરી રહ્યો છે અને બજારની સ્થિતિ પણ મજબૂત છે.