£1.44 બિલિયનની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ ધરાવતા બ્રિટીશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહનું દુબઈથી ડેનમાર્કમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. શાહનું £14.7 મિલિયનનું લંડનના પ્રતિષ્ઠીત હાઈડ પાર્ક ખાતે આવેલું મેન્શન ડેનિશ સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરાયું હતું.

52 વર્ષના શાહની ડેનિશ સત્તાવાળાઓની વિનંતી પર ગયા વર્ષે દુબઈમાં ધરપકડ કરાઇ હતી. શાહ પર તેના અંગત લાભ માટે યુરોપની ટેક્સ પ્રણાલીનું શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો.

દુબઈની કોર્ટ ઓફ કેસેશનના નિર્ણય અને પ્રત્યાર્પણને મંજૂરી આપનાર મિનિસ્ટર ઓફ જસ્ટીસના ઠરાવના આધારે શાહનું પ્રત્યાર્પણ કરાયું હતું. શાહ પર 2012 અને 2015 ની વચ્ચે સ્કીમ ચલાવવાનો આરોપ છે.

ડેનિશ કસ્ટમ્સ એન્ડ ટેક્સ ઓથોરિટી (SKAT) શાહ અને તેના હેજ ફંડ સહિતના કેટલાક પ્રતિવાદીઓ પાસેથી £1.44 બિલિયન પાછા લેવા માંગે છે. સંજય શાહે સતત ખોટુ કામ કર્યો હોવાનો ઇનકાર કર્યો છે.

સંજય શાહ દુબઈમાં તેમના સમય દરમિયાન, ઓટીસ્ટીક બાળકો માટે એક કેન્દ્ર ચલાવતા હતા, જે ડેનમાર્કની પ્રત્યાર્પણ અરજીને પગલે 2020માં બંધ થઈ ગયું હતું. તેમણે બ્રિટન બેઝ્ડ ચેરિટી, ઓટિઝમ રોક્સની દેખરેખ પણ રાખી હતી અને કોન્સર્ટ અને પ્રદર્શન દ્વારા ભંડોળ એકત્ર કર્યું હતું.

LEAVE A REPLY