ગયા વર્ષે ફૂટબોલ રમતી વખતે જેમનું હૃદય બંધ થઈ ગયું હતું તેવા લેસ્ટરના હેમિલ્ટનના સંજય શાહે વધુ કિશોરોને શાળાઓમાં CPRની તાલીમ આપવા માટે હાકલ કરી છે.
તે વખતે લેસ્ટરના ન્યુ પાર્ક્સમાં પેરામેડિક્સ અને ટીમના સભ્યો પિચ પર પહોંચે તે પહેલા જ 52 વર્ષીય સંજય શાહને તેમની ટીમના સાથી સિલ્પેશ મિસ્ત્રીએ પ્રાથમિક સારવાર આપી જીવ બચાવી લીધો હતો. સંજય શાહે જણાવ્યું હતું કે ફિઝિયોથેરાપિસ્ટ પિચ પર એકમાત્ર વ્યક્તિ હતા જેઓ જીવન બચાવવાની ટેકનીક કેવી રીતે અજમાવવી તે જાણતા હતા.
તેમણે કહ્યું હતું કે ‘’તમામ કિશોરોએ CPR કઇ રીતે આપવું તે શાળામાં શીખવું જોઈએ. સીપીઆરની તાલીમ નાની ઉંમરે શરૂ કરવાની જરૂર છે અને જો તે વર્ષમાં એક કે બે વાર અપાય તો બધો ફરક લાવી શકે છે. તે એક કૌશલ્ય છે જે તેમની પાસે આજીવન રહેશે.”
શ્રી શાહે બુધવારે મિસ્ત્રી અને ઇસ્ટ મિડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસ (EMAS) સ્ટાફ કેટલીન સ્પાર્લિંગ અને નિઆલ જેરીસન સાથે ફરી મળ્યા હતા.