8 ઑગસ્ટે તબિયત બગડતા સંજય દત્તને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. લોકોને ડર હતો કે તેમને ક્યાંક કોરોના સંક્રમણ હશે. તે હૉસ્પિટલ ભેગા થયા અને ઘરે પાછા પણ ફર્યા. જો કે ઘરે પાછા આવીને એક જ દિવસમાં તેમણે પોસ્ટ શેર કરી કે તે કામમાંથી થોડો સમય બ્રેક લેવાના છે, આ સાથે તેમણે ચાહકોને કહ્યું કે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. માંદા પડેલા સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે તેમ તપાસમાં બહાર આવ્યું છે પણ તે ત્રીજા સ્ટેજનું.તેમને અમેરિકા સારવાર માટે લઇ જવાની તૈયારીઓ થવા માંડી છે.
પહેલાં 2020નું વર્ષ સતત અપશુકનિયાળ સાબિત થઇ રહ્યું છે. 61 વર્ષના એક્ટરને 8 ઑગસ્ટે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા. પહેલા લોકોને ડર હતો કે તેમને ક્યાંક કોરોનાવાઇરસનું સંક્રમણ લાગુ ન થયું હોય પણ એવું કહેવાઇ રહ્યું છે કે તેમને ફેફસાંનું કેન્સર છે. આ અંગે ઘણાં લોકો ટ્વીટ્સ પણ મુકી રહ્યા છે. બીજી બાજુ સંજય દત્તની તબિયત વિશે માન્યતા દત્તે એક નિવેદનમાં કહ્યું છે કે, સંજુની ઝડપથી રિકવરી થાય તે માટે શુભેચ્છાઓ મોકલનાર દરેક વ્યક્તિનો હું આભાર માનું છું.
આ પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્તિ અને પ્રાર્થનાની જરૂર છે. પહેલાં પણ કુટુંબ આવા કપરા સમયમાંથી પસાર થયું છે અને મને વિશ્વાસ છે કે આ વખતે પણ પસાર થઈ જશે. ફૅન્સને વિનંતી કરું છું કે, ખોટી અફવાઓ પર ધ્યાન નહીં આપતા. પણ આ સમયે અમને હૂંફ અને પ્રેમ આપજો.માન્યતા દત્તએ વધુમાં કહ્યું હતું કે, સંજુ યોદ્ધા છે અને અમારું કુટુંબ પણ. જીવનમાં આવતા પડકારોનો સામનો અમે કઈ રીતે કરીએ છીએ તેનું ભગવાન પરીક્ષણ કરી રહ્યો છે. અમને તમારી પ્રાર્થનાઓ અને આર્શીવાદની જરૂર છે. જો એ સાથે હશે તો ચોક્કસ વિજેતા બનીશું. આપણે આ તકનો ઉપયોગ પ્રકાશ અને હકારાત્મકતા ફેલાવવા માટે કરીએ.