(Photo by STR/AFP via Getty Images)

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિરઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટછેડાની અટકળોને ફરી વેગ મળ્યો છે. આ સેલિબ્રિટી કપલના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિવિધ પોસ્ટ્સને આધારે આવી અટકળો થઈ રહી છે.

ગયા વર્ષથી તેમના છૂટાછેડા વિશે અફવાઓ ચાલી રહી છે પરંતુ બંને એથ્લેટ્સે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા મુદ્દા પર કોઈ જાહેર ટિપ્પણી કરી નથી. 2010માં સાનિયા અને શોએબના લગ્ને બંને દેશોમાં ચાહકોમાં ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. તેમને ઇઝાન મલિક નામનો એક પુત્ર પણ છે, જેનો જન્મ ઓક્ટોબર 2018માં થયો હતો.

ગયા વર્ષે નવેમ્બરમાં શોએબ મલિકથી સાનિયાના છૂટાછેડાના સમાચાર આવ્યા હતા. જો કે બંને તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું નહોતું. બાદમાં સાનિયાએ શોએબ મલિક સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. આ સાથે બંનેએ એક ટોક શો ‘મલિક-મિર્ઝા શો’ પણ શરૂ કર્યો હતો. આવી સ્થિતિમાં તેમના છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું.

LEAVE A REPLY