સેમસંગ ઇલેક્ટોરનિક્સને સ્માર્ટફોન, સેમિકન્ડક્ટર્સ અને ટીવીમાં વૈશ્વિક પાવરહાઉસ બનાવનાર લી કુન હીનું રવિવારે 78 વર્ષની વયે અવસાન થયું હતું. હાર્ટ એટેક બાદ છેલ્લાં છ વર્ષથી તેઓ હોસ્પિટલમાં હતા.
સેમસંગની વૈશ્વિક ઓળખ માટે લિ કુન હિ નું વિઝન જવાબદાર ગણવામાં આવે છે. તેમના કાર્યકાળમાં જ સેમસંગ દક્ષિણ કોરિયાના સમગ્ર જીડીપીના પાંચમા ભાગનો હિસ્સો ધરાવતું કોર્પોરેટ જૂથ બન્યું હતું. ઇલેક્ટ્રોનિકસ, સેલફોન, કન્સ્ટરકશન, શિપ મેકિંગ, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતના ક્ષેત્રોમાં સેમસંગનું પ્રભુત્વ છે. દક્ષિણ કોરિયાની કેપિટલ માર્કેટની કુલ માર્કેટકેપ 20 ટકા હિસ્સો એકલી સેમસંગનો છે.
2017ના ફોર્બ્સના અંદાજ પ્રમાણે તેમની પાસે 16 અબજ ડોલરની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. લિ કુન હિને 2014માં હાર્ટએટેક આવ્યો હતો. તેઓ લાંબા સમયથી પથારીવશ હતા. તેમના નિધન સમયે તેમના પુત્ર અને કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ જેય વાય. લી તથા અન્ય પરિવારજનો તેમની સાથે હતા.