After 40 women lose their desire for sex
(istockphoto.com)

ગે અધિકારો મુદ્દે યુરોપના ખૂબ પાછળ રહી ગયેલા ગણાતા દેશોમાંના એક, સ્વત્ઝિર્લેન્ડની સંસદે બુધવારે સમલૈંગિક લોકોને દેશમાં લગ્ન કરવા માટેની મંજૂરીના કાયદામાં કેટલીક બાકી અડચણોને દૂર કરી છે.  બિલના શબ્દો પરની સંમતિથી ગે અને લેસ્બિયન્સના લગ્ન કરવા અને લેસ્બિયન લોકો માટે વીર્ય દાન પ્રાપ્ત કરવાનો માર્ગ ખૂલ્યો છે. જોકે, તેને કાયદાનું સ્વરૂપ મળે તે પહેલા તેના વિષે જનમત મેળવાય તેવી સંભાવના છે.

સ્વિટ્ઝર્લન્ડનો એવા ગણતરીના યુરોપિયન દેશોમાં સમાવેશ થાય છે જ્યાં સમલૈંગિક લગ્નો કાયદેસર નથી. આ દેશ સમલૈંગિક યુગલોને ‘રજીસ્ટર્ડ ભાગીદારી’ની મંજૂરી આપે છે, પરંતુ તેમાં નાગરિકત્વ મેળવવાના અને સંયુક્ત રીતે બાળકો દત્તક લેવા સહિતના લગ્ન જેવા સમાન અધિકારો મળતા નથી. ડાબેરી પક્ષોએ બુધવારની આ સમજુતીને ‘ઐતિહાસિક’ ગણાવી હતો.

એટીએસ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ગ્રીન્સ સાથેના સાંસદ નિકોલસ વેલ્ડરે સંસદમાં જણાવ્યું હતું કે, હવે એ સમય છે કે આપણે સંસ્થાકીય ભેદભાવનો અંત લાવીએ અને દરેકને સમાન અધિકાર આપીએ.

સંસદસભ્યો 2013થી નવા બિલ પર ચર્ચા કરી રહ્યા છે, જેમાં બંને ગૃહો વચ્ચે અનેક વખત ચર્ચા થઇ છે. અંતે બુધવારે સંમતી સધાયેલો એક મહત્વપૂર્ણ મુદ્દો એ હતો કે, જમણેરીઓનો સતત વિરોધ છતાં, લેસ્બિયન્સને વીર્ય દાન પ્રાપ્ત કરવાની મંજૂરી મળવી જોઇએ.સેનેટમાં જમણેરી પક્ષોના આગ્રહ અંગે પણ ચર્ચા થઇ હતી કે બિલ પસાર કરવા માટે બંધારણીય સુધારણા કરવા પડશે, જેમાં સ્વાભાવિક રીતે જનમતની જરૂર પડશે.

પરંતુ અંતે સંસદસભ્યો સહમત થયા કે બંધારણમાં ફેરફાર કર્યા વગર કાયદામાં સરળ ફેરફાર શક્ય છે. ખરડો આપમેળે તો જનમત માટે નહીં જાય પણ ક્રિશ્ચિયન, વધુ રૂઢિચુસ્ત ફેડરલ ડેમોક્રેટિક યુનિયન પાર્ટી અગાઉથી જ કહી ચૂકી છે કે તેઓ એના ઉપર જનમત લેવાય તેમ ઈચ્છે છે.