Indian women's cricket team in the final of the Asia Cup for the eighth time
(ANI Photo)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે સ્ત્રી પુરુષ સમાનતાનું એક ઐતિહાસિક પગલું લઈને મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચફી આપવાની જાહેરાત કરી હતી. રોહિત શર્માની કપ્તાની હેઠળની ટીમ ઈન્ડિયા જેટલી જ ફી મહિલા ટીમના પ્લેયર્સને ત્રણેય ફોર્મેટમાં મળશે. બીસીસીઆઇના સચિવ જય શાહે ટ્વિટ કરીને આ મોટી જાહેરાત કરી હતી. આ નિર્ણયથી સ્ત્રીઓને ક્રિકેટ પ્રત્યે વધુ પ્રોત્સાહન પણ મળવાનું મળવાની ધારણા છે.

જય શાહે ટ્વીટ કર્યું હતું કે “મહિલા કેટેગરીને પુરુષ ટીમની સમાન મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ (રૂ.15 લાખ), ODI (રૂ.6 લાખ), T20 (રૂ.3 લાખ) મળશે. વેતનની સમાનતા અમારી મહિલા ક્રિકેટરો માટે અમારી પ્રતિબદ્ધતા હતી અને મેં એપેક્સ કાઉન્સિલનો તેના સમર્થન માટે આભાર માનું છું. જય હિંદ.”

અગાઉ ન્યૂઝીલેન્ડે આ વર્ષે જૂલાઈમાં આ ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ક્રાંતિકારી નિર્ણયની સીધી અસર મહિલા ક્રિકેટ પર પડશે. તેની ઝડપથી પ્રગતિ થશે, અને ક્રિકેટમાં રહેલા માત્ર પુરુષોના વર્ચસ્વનો અંત લાવી શકાશે. અગાઉ BCCIએ મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગ શરુ કરવાની પણ જાહેરાત કરી હતી.

LEAVE A REPLY