FILE PHOTO: REUTERS/Navesh Chitrakar

બોલિવૂડ સ્ટાર્સના ડીપફેક્સ વીડિયોથી ભારતની ચૂંટણીમાં AI હસ્તક્ષેપની ચિંતાઓ ઊભી થઈ હતી.  ઓનલાઈન વાયરલ થયેલા ફેક વીડિયોમાં બોલિવૂડ કલાકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જોવા મળ્યાં હતા અને વિપક્ષ કોંગ્રેસ પાર્ટીને મત આપવા માટે લોકોને અનુરોધ કર્યો હતો.

આમિર ખાનનો 30-સેકન્ડનો અને રણવીર સિંહનો 41-સેકન્ડ ડીપ ફેક વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ બંને વીડિયોમાં બોલિવૂડના બે કલાકારો કથિત રીતે કહે છે કે મોદી વચનો પાળવામાં નિષ્ફળ ગયા અને વડા પ્રધાન તરીકેના તેમના બે કાર્યકાળ દરમિયાન જટિલ આર્થિક મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ ગયા છે.

AI દ્વારા જનરેટ કરેલા બંને વીડિયો કોંગ્રેસના ચૂંટણી પ્રતિક અને સૂત્ર “ન્યાય માટે મત આપો, કોંગ્રેસને મત આપો” સાથે સમાપ્ત થાય છે.  છેલ્લા અઠવાડિયાથી બે વીડિયો સોશિયલ મીડિયા પર અડધા મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યા છે.

બંને કલાકારોએ આ વીડિયો નકલી હોવાનું જણાવ્યું હતું. આમિર ખાને 17 એપ્રિલના રોજ મુંબઈમાં અનામી વ્યક્તિઓ વિરુદ્ધ નકલી વીડિયો બનાવવા માટે કેસ દાખલ કર્યો હતો.

LEAVE A REPLY