સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવનr તબિયત લથળતા તેમને પ્રાઈવેટ હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. મુલાયમસિંહની તબિયત લથડયા બાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમની હાલત નાજુક હોવાનું માનવામાં છે.મુલાયમ સિંહની ઉંમર 82 વર્ષ છે
ડોકટરોએ મેડિકલ બુલેટિન બહાર પાડીને કહ્યું છે કે, તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.સમાજવાદી પાર્ટીએ કાર્યકરોને અપીલ કરી છે કે, બધાને વિનંતી છે કે હોસ્પિટલ બહાર ભેગા થવાની જરૂર નથી. નેતાજીની તબિયત અંગે સમયાંતરે જાણકારી આપવામાં આવશે. અગાઉ તેમના પુત્ર અખિલેશ યાદવ અને પુત્રવધુ ડિમ્પલ યાદવ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે મુલાયમસિંહની તબિયત વહેલી તકે સારી થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.