દર વર્ષે ઈદ પર ફિલ્મ રિલિઝ કરવાની પરંપરા સલમાન ખાને આ વર્ષે તોડી હતી. અંતિમ પછી સલમાનની કોઈ ફિલ્મ આવી નથી. અત્યારે સલમાન ખાન ટાઈગર 3 અને કભી ઈદ કભી દિવાલીના શૂટિંગમાં બિઝી છે. દર્શકોને એક્શન દૃશ્યોની મજા કરાવવા પ્રોડ્યુસર્સ વધુ નાણા ખર્ચવા માટે તૈયાર થયા છે. આ ફિલ્મમાં સલમાન અને ઈમરાન હાશ્મીના એક એક્શન સીક્વન્સ માટે 40 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ટાઈગર 3માં સલમાનની સાથે કેટરિના અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં છે. ઈમરાન હાશ્મી વિલનનો રોલ કરી રહ્યા છે. ફિલ્મમાં સલમાન અને ઈમરાન વચ્ચે દિલધડક એક્શન દૃશ્યો જોવા મળશે. આ અંગે ફિલ્મ સમીક્ષક ઉમૈર સંધૂએ ટ્વિટર પર પોસ્ટ મૂકી હતી કે, ટાઈગર 3ના ક્લાઈમેક્સમાં સલમાન અને ઈમરાન હાશ્મી વચ્ચેનો એક્શન સીન ખૂબ સ્પેશિયલ હશે. તેના માટે યશરાજ બેનર દ્વારા 40 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ એક્શન સીન તૂર્કીમાં શૂટ થશે.સલમાનનો હવે ટૂંક સમયમાં કભી ઈદ કભી દિવાલીના શીડ્યુલ માટે હૈદરાબાદ જવાનો પ્લાન છે. સલમાન ખાને હૈદરાબાદમાં 25 દિવસનો શીડ્યુલ પ્લાન કર્યો છે. ત્યારબાદ મુંબઈ પરત આવીને ટાઈગર 3ના શીડ્યુલને આગળ વધારશે.