સલમાન વિશે નવી વાત એ બહાર આવી છે કે એ સાથી કલાકાર અભિનેત્રી જુહી ચાવલા સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. અમુક કારણસર એ લગ્ન થઈ શક્યા નહોતા. એનું કારણ જુહીએ જ જણાવ્યું છે. થોડાક દિવસો પહેલાં સોશિયલ મિડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં સલમાનને એવું બોલતા દર્શાવાયો છે કે એને જુહી બહુ ગમતી હતી અને એની સાથે લગ્ન કરવા માટે તેણે જુહીનાં માતા-પિતા પાસે જુહીનાં હાથની માગણી પણ કરી હતી. પરંતુ જુહીનાં માતા-પિતાએ તેની ઓફર નકારી કાઢી હતી.
તે અંગે જુહીને તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું તો એણે કહ્યું, ‘કોઈક વાતે જામ્યું નહીં હોય. મને ખબર નથી કે મારાં માતા-પિતાને મારે માટે કેવા પ્રકારનો છોકરો જોઈતો હતો. મને સલમાન સાથે એક ફિલ્મની ઓફર પણ આવી હતી. સલમાન એમાં મુખ્ય ભૂમિકામાં હતો, પરંતુ મેં એ ફિલ્મની ઓફર પણ ફગાવી હતી. એ ફિલ્મને ફગાવવા બદલ સલમાન મને આજે પણ ટોણા મારે છે.’
સલમાનનું નામ સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય, કેટરીના કૈફ, સોમી અલી, ઝરીન ખાન વગેરે જેવી અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે. જ્યારે જુહી ચાવલાની કારકિર્દી ટોચ પર હતી ત્યારે 1995માં તેણે ઉદ્યોગપતિ જય મહેતા સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધાં હતાં. જુહીએ છ વર્ષ સુધી તેમનાં લગ્નને ગુપ્ત રાખ્યાં હતાં. એ પછી જ્યારે જુહી ગર્ભવતી થઈ હતી ત્યારે લોકોને ખબર પડી હતી કે જય મહેતા સાથે એનાં લગ્ન થઈ ગયાં છે. આજે તેમને બે સંતાન- પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન છે. બીજી બાજુ, સલમાન આજે 56 વર્ષની ઉંમરે પણ હજી કુંવારો છે.
Today, I went to the beach front with my children. I found a sea
shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She placed the shell to her ear and screamed.
There was a hermit crab inside and it pinched her ear.
She never wants to go back! LoL I know this is totally off topic but I had to tell someone!