સલમાન ખાન હાલ ‘રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ’નું શૂટિંગ કરી રહ્યો છે. તેની ‘દબંગ ૩’ને મોળો પ્રતિસાદ મળતાં સલમાન આવનારી ફિલ્મ માટે બહુ મહેનત કરી રહ્યો છે. હવે તે આગામી ફિલ્મના ક્લાઇમેક્સ માટે રૂપિયા આઠ કરોડ ખરચવાનો છે.
ફિલ્મને લગતા તાજા સમાચાર અનુસાર, સલમાન ખાન ક્લાઇમેક્સના ૨૦ મિનીટના દ્રશ્ય માટે રૂપિયા આઠ કરોડ ખર્ચવાનો છે. આ સીન લગભગ ૨૦ મિનીટનો હશે. જે સલમાન ખાન અને રણદીપ હુડા પર ફિલ્માવવામાં આવશે. આ દ્રશ્યનું શૂટિંગ ગયા મહિને જ મુંબઇના એક સ્ટુડિયોમાં શરૂ કરી દેવામાં આવ્યું.
હવે તેનો છેલ્લો શોટ દુબઇમાં લેવામાં આવવાનો છે. સલમાનની આ આવનારી ફિલ્મનું શૂટિંગ કોલકાતા, જયપુર અને લખનૌમાં કરવામાં
આવ્યું છે.
હાલ વીએફએક્સ ટીમ આ દ્રશ્યો પર કામ કરી રહી છે. ફિલ્મના ક્લાઇમેક્સના દ્રશ્યમાં સલમાન ખાન અને રણદીપ હૂડા જોવામળશે, જેને પ્રભુદેવાએ ડિઝાઇન કર્યો છે.