સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર જાણવા મળ્યા છે. તેણે દક્ષિણ ભારતની એક ફિલ્મની હિન્દી રીમેક સાઇન કરી હોવાનું સૂત્રો જણાવે છે. આ વાત સાચી માનીએ તો, સલમાને સાઉથની હિટ ફિલ્મ ‘માસ્ટર’ની હિન્દી રીમેકમાં રસ દાખવ્યો છે. પ્રોડયુસર મુરાદ ખેતાની આ હિંદી ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મ માટે નિર્માતા-દિગ્દર્શકે બોલીવૂડના ટોચના કલાકારોના સંપર્ક કરવાનું શરૂ કર્યું છે, જેમાં સલમાન પ્રથમ પસંદગી છે. વધુમાં સૂત્રે કહ્યું હતું કે, ફિલ્મની ટીમે છેલ્લા ૩૦ દિવસમાં સલમાન સાથે એક-બે મીટિંગ પણ કરી છે. સલમાનને ફિલ્મની કથા-પટકથા પસંદ પણ પડી છે. જો બધું આયોજન મુજબ ગોઠવાશે તો સલમાનના ચાહકોને તેની નવી ફિલ્મ જોવા મળશે.