ઘણા દાયકાઓ સુધી સુકાન સંભાળ્યા પછી સાઉથોલ બ્લેક સિસ્ટર્સના ડિરેક્ટર તરીકે સ્વપ્નદ્રષ્ટા, અગ્રણી અને નારીવાદી તેમજ વંશીય અને સામાજિક ન્યાય ચળવળોમાં ભારે વજન ધરાવતા પ્રજ્ઞા પટેલે જાન્યુઆરી 2022માં પદ છોડ્યા બાદ સાઉથોલ બ્લેક સિસ્ટર્સના ડિરેક્ટર તરીકે સેલમા તાહાની વરણી કરાઇ છે.
સેલમા તાહાને મહિલાઓ અને છોકરીઓ સામેની તમામ પ્રકારની હિંસા ઘટાડવા અને તેને દૂર કરવા માટે સમર્પિત ક્ષેત્રમાં એક દાયકાથી વધુ સમયનો કામ કરવાનો અનુભવ છે. તેઓ નીઆ પ્રોજેક્ટ, એડવાન્સ ચેરિટી અને વિક્ટિમ સપોર્ટમાં હિમાયતી અને સહાયક સેવાઓની મેનેજર રહી ચૂક્યા છે. સેલ્મા સુદાનીઝ વારસાના અરબી વક્તા છે. હિંસાનો સામનો કરતી મહિલાઓ અને છોકરીઓ માટે સેવાઓની ઉત્કૃષ્ટતા વધારવા અને વિકાસ કરવા અને છેલ્લા 43 વર્ષોમાં સંસ્થાએ જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેના નિર્માણ માટે અમે અશ્વેત મહિલાઓનો એક મહત્વપૂર્ણ અને જોરદાર અવાજ બનીને રહીશું.
સેલમા તાહાના નેતૃત્વમાં સાઉથોલ બ્લેક સિસ્ટર્સ એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે.