ચાર દાયકા કરતાં વધુ સમયથી હોસ્પિટાલિટી ક્ષેત્રે સંકળાયેલા કરાલી ગ્રૂપના માલિક અને મેનેજિંગ ડિરેક્ટર સલીમ જાનમોહમ્મદને OBE એવોર્ડ એનાયત કરાયો હતો.
બર્ગર કિંગ યુકેને તેમની 74 શાખાઓ વેચતા પહેલા કરાલી ગ્રુપ, ગયા વર્ષ સુધી, સૌથી મોટી સ્વતંત્ર યુકે બર્ગર કિંગ ફ્રેન્ચાઈઝી હતી. ઓહાયો અને પેન્સિલવેનિયામાં 32 બર્ગર કિંગ આઉટલેટના સંપાદન પછી તેમની કંપનીએ નોર્થ અમેરિકન બજારમાં વિસ્તરણ કર્યું છે.
જાનમોહમ્મદે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે “નવા વર્ષની ઓનર્સ લિસ્ટમાં આ OBE પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાપૂર્વક સન્માનિત છું. આ માન્યતા માત્ર હકારાત્મક અસર કરવા માટેની મારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને હું આ માન્યતા માટે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, જે આ પ્રવાસનો હિસ્સો બનેલા દરેકનો આભારી છું.”