સંરક્ષણ મંત્રાલયે આ શૈક્ષણિક વર્ષમાં એનજીઓ, ખાનગી સ્કૂલો અને રાજ્ય સરકારો સાથેની ભાગીદારી સાથે નવી 21 સૈનિક સ્કૂલો સ્થાપવાની મંજૂરી આપી છે.
ભાગીદારીના મોડલને આધારે દેશભરમાં નવી 100 સૈનિક સ્કૂલો સ્થાપવાની સરકારની યોજનાના પ્રારંભિક તબક્કામાં આ સ્કૂલો સ્થાપવામાં આવશે. આ સ્કૂલો હાલની સૈનિક સ્કૂલોથી અલગ હશે. નવી 100 સૈનિક સ્કૂલો સ્થાપવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાનો તથા શસસ્ત્ર દળોમાં જોડાવા સહિતના કારકિર્દીના વધુ સારી તક પૂરી પાડવાનો છે.
તેનાથી ખાનગી સ્કૂલોને પણ રાષ્ટ્ર ઘડતરમાં સરકાર સાથે હાથ મિલાવાની કામગીરી કરવાની તક મળશે. નવી 21 સૈનિક સ્કૂલોમાંથી 17 સ્કૂલો હાલની સ્કૂલનો ઉપયોગ કરીને તેને સૈનિક સ્કૂલ બનાવશે, જ્યારે ચાર સ્કૂલો સંપૂર્ણપણ નવી હશે. સરકારે મંજૂર કરેલી નવી સૈનિક સ્કૂલોની યાદીમાં એનજીઓ, ટ્રસ્ટ અને સોસાયટીની 12 સ્કૂલોનો સમાવેશ થાય છે, જ્યારે છ સ્કૂલો ખાનગી છે. તેમાં ત્રણ સ્કૂલો રાજ્ય સરકારની માલિકીની છે.