સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, ગૌહર ખાન અને ઝીશાન અયુબ અભિનીત તાંડવ વેબ સિરીઝ વેબ સિરીઝ રિલીઝ થતાં જ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. વેબ સીરીઝનાપહેલા એપિસોડને લઈને વિવાદ ઉભો થયો છે. હકીકતમાં, વેબ સિરીઝના પહેલા જ એપિસોડમાં, ઝીશાન અયુબ ભગવાન શિવનો વેશ જોવા મળે છે અને આ પોશાકમાં તે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા પણ જોવા મળે છે.
આ દરમિયાન, ઝીશાન અયુબ સ્ટેજ પરથી કહેતા જોવા મળે છે – ‘તમને કોની સ્વતંત્રતા જોઈએ છે?’ ઝીશાન પહોંચતાંની સાથે જ સ્ટેજ ઓપરેટર કહે છે- ‘નારાયણ-નારાયણ, ભગવાન કંઈક કરો. રામજીના અનુયાયીઓ સોશિયલ મીડિયા પર સતત વધી રહ્યા છે. મને લાગે છે કે આપણે નવી વ્યૂહરચના ઘડવી જોઈએ.
ભગવાન શિવની ભૂમિકા ભજવી રહેલા ઝીશાન અયુબ કહે છે, “શું કરુ તસવીર બદલી દઉ?” જેના જવાબમાં સ્ટેજ ઓપરેટર કહે છે, ‘ભોલેનાથ તમે બહુ ભોળા છો.’ તાંડવના પહેલા એપિસોડના આ દ્રશ્ય પર લોકો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સના કહેવા પ્રમાણે, તાંડવનું આ દ્રશ્ય હિન્દુ ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડશે. આ તેમના ઉપાસકોનું અપમાન છે. જેને તે કોઈ પણ સંજોગોમાં સ્વીકારશે નહીં.