ભારતના સૌથી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોમાંના એક હોમી ભાભાના જીવન પર ફિલ્મ બનાવવાનું આયોજન થઇ રહ્યું છે, જેમાં સૈફઅલી ખાન મુખ્ય પાત્રમાં જોવા મળશે. હોમી જહાંગીર ભાભા પરમાણુ ક્ષેત્રના ભૌતિક વૈજ્ઞાનિક હતા. તેમના જીવનની સૌથી રસપ્રદ વાત એ છે કે, તેમનું મોત રહસ્યમય સ્થિતિમાં થયું હતું. આ વિષય પર આધારિત એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મને સૈફ અલી ખાને સ્વીકારી છે.
આ ફિલ્મનું દિગ્દર્શન વિક્રમજીત સિંહ કરશે. જેમણે અગાઉ રણબીર કપૂર, અર્જુન રામપાલ અને જેકલિનની ફિલ્મ રોયનું દિગ્દર્શન કર્યું હતું. જો બધું યોજના મુજબ આગળ વધશે તો આ ફિલ્મનું શૂટિંગ વર્ષ ૨૦૨૨ શરૂ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મ માટે હજુ સુધી બીજા કલાકારોને નક્કી કરવામાં આવ્યા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ભારત અને બૈરૂતમાં કરવામાં આવશે. અત્યારે તો આ ફિલ્મ પ્રી પ્રોડકશન સ્ટેજમાં છે. ફિલ્મની જાહેરાત થોડા સમયમાં જ કરવામાં આવશે.