ભારતના અગ્રણી આધ્યાત્મિક નેતાઓમાંના એક અને ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતનના આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર સાધ્વી ભગવતી સરસ્વતીજીએ લંડનના વિક્ટોરિયા પાર્ક પ્લાઝા ખાતે ગયા અઠવાડિયે લંડનની વન વુમન કોન્ફરન્સમાં મુખ્ય વક્તા તરીકે વિદ્વતાપૂર્ણ પ્રવચન આપ્યું હતું.
સાધ્વીજીએ કોન્ફરન્સના સ્થાપક ડૉ. જોના માર્ટિન સાથે ચર્ચા ક રી સેંકડો મહિલા પ્રેક્ષકો સમક્ષ આજના બદલાતા અને પડકારજનક વિશ્વમાં મહિલાઓના નેતૃત્વના પદો પર આગળ વધવાની વાતો કરી હતી.
સાધ્વીજીએ હોલીવુડથી હિમાલય સુધીની પોતાની સફર અને તેમણે કેવી રીતે આધ્યાત્મિક સત્યોમાં સ્થિર રહેવું, કોઇ તકલીફ અનુભવ્યા વગર ઊભા થઈને કાર્ય કરવું વગેરે જેવા અસંખ્ય અંગત અનુભવો શેર કર્યા હતા.
જ્યારે જીવન સતત મહિલાઓને, ખાસ કરીને ઘણી સ્પર્ધાત્મક પ્રાથમિકતાઓને ફેંકી દે છે ત્યારે તેમણે આ બાબતે ધ્યાનની પધ્ધતિઓ તેમજ પ્રેમ અને આધ્યાત્મિકતામાં કેવી રીતે જોડાણ જાળવી રાખવું તેની વિગતે સમજ આપી હતી.
વન વુમન કોન્ફરન્સ તેના દસમી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે અને તે ઘણી મોટી ઇવેન્ટમાંની એક છે. સંસ્થા પ્રોફેશનલ મહિલાઓ માટેનું સમુદાય અને શૈક્ષણિક હબ છે, તેમજ મહિલાઓ માટે વિશ્વના તેમના ખૂણાને બદલીને ગ્રાસરૂટ નેતૃત્વ તાલીમ અને કોચિંગ આપે છે.
જ્યારે ડૉ. જોના માર્ટિન એક પ્રખ્યાત સ્વપ્નદ્રષ્ટા, કોચ અને ઉદ્યોગસાહસિક છે. માર્ટિનનું સમર્પિત મિશન સમગ્ર વિશ્વમાં 10 લાખ મહિલાઓને સશક્ત કરવાનું છે.