ભારતમાં આજે પણ કેટલાક ભાગોમાં છે તેમ એક સમયે એક વિશાળ ઘરમાં 200 થી 300 લોકો સાથે રહેતા હતા. પતિ, પત્ની, બાળકો, દાદા, દાદી, કાકા, કાકી, પૌત્રો, પ્રપૌત્રો, પિતરાઇઓ એક છતની નીચે એક પરિવારમાં રહેતા હતા. ભણતર વધવાની સાથે કાકા કાકી પિતરાઇઓ પડતા મૂકાયા અને આપણે માની લીધું કે, પરિવાર એટલે પતિ-પત્ની દાદી-દાદી અને બાળકો.
સમય વહેવાની સાથે આપણે મા-બાપને પણ પડતા મૂકવાનું શરૂ કરીને પતિ-પત્ની અને બાળકો એટલે પરિવાર એમ વિચારવાનું શરૂ કર્યું અને હવે બાળકો પણ આમ જ વિચારવા લાગ્યા છે ખરું કે નહીં? હવે સ્થિતિ એવી થઇ છે કે બે લોકો, પતિ-પત્ની પણ સાથે રહી શકતા નથી. આવા લોકોને એકાદ વખત મળાય તો પણ વાંધો નહીં તેવી ભાવના હોય છે. વીકએન્ડ મેરેજ પણ બરાબર ગણાવા લાગ્યા છે પરંતુ આખું સપ્તાહ તો ઘણાને અશક્ય લાગે છે. હવે એવું થવા લાગ્યું છ કે, આપણે સૌને સાથે રાખવાના બદલે વિમુખ થવા લાગ્યા છે. તમામ આધુનિક સમાજો આવા વિમુખપણાને પ્રોત્સાહન આપવા લાગ્યા છે.
માનવીય સમાજે અગાઉ ક્યારેય ના અનુભવી હોય તેવી સાનુકૂળતા અને આરામ સુરક્ષા તથા ક્યારેય ના ખાધો હોય તેવો ખોરાક હાલ ખાધો હોઇ શકે પરંતુ હવે તેઓ કોઇને સાથે રાખી શકતા નહીં હોવાથી હતાશા પણ અગાઉ ક્યારેય ના અનુભવાઇ હોય તેનાથી પણ વધારે વધી ગઇ છે. સૌને સાથે રાખવા કે સમાવેશથી સંબંધ જન્મે છે. જ્યારે વિમુખપણાથી હતાશા જન્મે છે.
યોગનો અર્થ જ મૂળભૂત આખરી સમાવેશ, યોગનો સાહજિક અર્થ જ સંઘ કે મિલન થાય છે. જ્યારે તમે બાકી બધા સાથે એક થાઓ છો તે એકાકારને યોગ કહે છે. યોગનો અર્થ તમારા શરીરને આડુંઅવળું મરડવું, શ્વાસ રોકી રાખવા હાથ પગના અંકોડા મારવા કે અન્ય કોઇ પ્રકારના સરકસ કરવાનો થતો જ નથી. યોગનો અર્થ તમારામાં એકાકારની અનુભૂતિનો છે. આવો એકાકાર કેવી રીતે થઇ શકે? તમે તમે છો અને હું હું છું, ખરું કે નહીં? આવા બે એક થવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી.
શું તમે જાણો છો કે, આધુનિક વિજ્ઞાનના કહેવા પ્રમાણે સમગ્ર અસ્તિત્વ એક ઉર્જા માત્ર છે જે લાખો અલગ અલગ માર્ગે પ્રવર્તી રહે છે. આ એક વૈજ્ઞાનિક તથ્ય છે. આ અને પેલી એક જ ઉર્જા છે. તે તમારી માન્યતામાં ના હોય તેવું હોઇ શકે પરંતુ તે જ વાસ્તવિકતા છે. વિજ્ઞાન જે કહે છે તે આ છે ત્યારે હજારો વર્ષોથી કહેતા આવ્યા છે કે પ્રભુ સર્વત્ર છે. હવે તમે એમ કહો કે, ભગવાન સર્વત્ર છે અથવા તમે એમ કહો કે, ભગવાન એ જ શક્તિ છે પરંતુ વાસ્તવિકતા તો સરખી જ થઇને.
પ્રભુ સર્વત્ર છે અને બધું જ એક ઉર્જા છે અને આ વાસ્તવિકતા બે અલગ રીતે વ્યક્ત કરાઇ છે. એક વિજ્ઞાનીએ આ વાસ્તવિકતા અનુભવી નથી હોતી પરંતુ તેણે ગણિતીય જ્ઞાનથી અપનાવીને રજૂ કરી હોય છે. આ જ પ્રમાણે એક ધાર્મિક વ્યક્તિ વિજ્ઞાનીની માફક જ અનુભૂતિ કરતો નથી પરંતુ તે માને છે કે આ બધું જ સર્વશક્તિમાન પ્રભુને આધિન અને પ્રભુમય છે. હવે એક યોગીની વાત કરીએ તો તે ગણિતીય ગણતરીઓ કે માન્યતાના બંધનમાં જકડાવાના બદલે તેને સમજવા મથે છે. તમારે પણ યોગીની માફક આ સ્થિતિને સમજવી હોય તમારે પણ ગણતરી કે માન્યતાના બંધનમાં જકડાવાના બદલે યોગને અનુસરવું રહ્યું.
હું ‘યોગ’ કહું છું ત્યારે તમારા શરીરના અંગમરોડ, પ્રાણાયામ, શિર્ષાસન કે અન્ય શારીરિક કવાયતની વાત કરતો નથી. સૌના સમાવેશ, સર્વના એકાકાર કે સૌને સાથે રાખો તેને યોગ કહે છે. જીવન અથવા અન્ય તમામ બાબતો સાથે એકાકાર થવા માટે ઘણા બધા માર્ગો છે. તમારે તો તમારી પાસે જે કાંઇ છે તેને અનુસરવાનું, ખરું કે નહીં? તો અત્યારે ‘તમારી જાત’ને એમ કહો તેનું શું છે?
તમારૂં શરીર, તમારૂં મગજ, તમારી લાગણીઓ…. તમારી ઉર્જાઓ કદાચ તમારા અનુભવમાં ના હોઇ શકે પરંતુ તમે સરળતાથી તેનું અનુમાન કરી શકો છો. અને પછી જુઓ કે તમારૂં શરીર, મગજ અને લાગણી પણ આ જ રીતે કામ કરશે અને આમ થવા માટે ચોક્કસ પ્રકારની ઉર્જા તો અવશ્ય છે જ, હાલ તો આપણે આ ધ્વનિયંત્ર કેવી રીતે કામ કરે છે તે જાણતા નથી કારણ કે તે અવાજ કરે છે. પરંતુ તેના માટે કોઇ બેટરી પાવર કે કોઇ પ્રકારનો ઉર્જાસ્રોત કામ કરતો જ હશે તે ચોક્કસ છે જ.
આવા સંજોગોમાં તમારા માટે તમારૂં શરીર, મગજ, લાગણી અને ઉર્જા એમ ચાર વાસ્તવિકતાઓ છે. તમે તમારા શરીરને કામે લગાડીને અંતિમ ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધો તો તેને અમે કર્મયોગ કહીએ છીએ. તમે તમારી બુદ્ધિશક્તિ કે મગજનો ઉપયોગ કરો તો તેને જ્ઞાનયોગ કહેવાય છે. આ જ પ્રમાણે લાગણીના ઉપયોગ વખતે ભક્તિયોગ કહેવાય છે. તમે તમારી આંતરિક ઉર્જા કામે લગાડો તો તેને ક્રિયાયોગ કહેવામાં આવે છે.
તમારા શરીર, મગજ, લાગણી અને ઉર્જાના ચારેય પરિબળો એક સાથે કામે લાગે છે તે પછી જ તમે ક્યાંક અગોચરમાં જાઓ છો. શરીર, મગજ, લાગણી અને ઉર્જા એ ચારેય દરેક વ્યક્તિમાં અલગ અલગ રીતે ભેગી થતી હોય છે. આથી જ યોગ્ય પ્રકારના યોગને યોગ્ય પ્રમાણમાં ભેગા કરવાના થાય છે, નહીં તો તેની અસર થતી નથી. અને આ જ કારણે યોગિક પરંપરામાં પ્રભાવક સાક્ષાત્કારી ગુરૂની હાજરી ઉપર ભાર મૂકવામાં આવે છે કારણ કે, આવા ગુરૂ યોગ્ય પ્રમાણ દર્શાવીને પ્રભાવક અસર આપી શકે છે.
– Isha Foundation