પ્રશ્ન – તમે કહ્યું છે કે યોગનું મૂળભૂત સ્વરૂપ ભૂતશુદ્ધિ અથવા વ્યવસ્થામાં પ્રવર્તતા તત્તોનું શુદ્ધિકરણ છે. જગતમાં જે કાંઇ બંધું જેનું બનેલું છે તે ઘડતર ઘટકો જ આવા તત્વો હોય તો તે કેવી રીતે અશુદ્ધ બની શકે?
સદગુરુ – તમે કોઇ ગટરમાંથી થોડુંક પાણી લો અને તે પાણી અશુદ્ધ છે તેમ તમે વિચારી શકો પરંતુ તેવું નથી. હકીકતમાં તો તે ઘણા બધા જીવો માટે કહેવાતા શુદ્ધ પાણી કરતાં પણ વધારે ઉપયોગી નીવડતું હોય છે. તમે ગટરનું પાણી લો તો તમે જે પીઓ છો તે બોટલના પાણી કરતાં વધારે જીવન આવા પાણીમાં હોય છે. ગટરનું પાણી તમારા માટે કદાચ ઉપયોગી ના હોય તેને જ શુદ્ધ પાણી ગણવાનું માનવ સહજ છે. ગટરનું પાણી ઘણા બધા જીવો માટે શુદ્ધ છે અને માનવી કહેવાતા શુદ્ધ પાણી થકી ઘણા બધા જીવોને મારી નાંખે છે. તમારૂં બોટલનું પાણી શુદ્ધ નથી તેમ આવા જીવો માને છે. તેમના મતે માનવ દ્વારા પીવાતું કહેવાતું શુદ્ધ પાણી જીવનવિહોણું પાણી છે.
આ જ પ્રમાણે તમારામાંના ઘણા કદાચ જાણતા હશ કે ઘણા બધા રસાયણો દવાઓ અને ફાર્માસ્યુટીકલમાં વપરાય છે. આમ ઘણા બધા રસાયણોની મેડિકલ અને ઔદ્યોગિક આવૃત્તિ હોય છે. માત્રાની વધઘટ સાથે માનવ વપરાશ અને ઔદ્યોગિક વપરાશમાં જે તે રસાયણ વપરાતું હોય છે તેનો અર્થ ઔદ્યોગિક આવૃત્તિ અશુદ્ધ છે તે ના થઇ શકે. માત્ર તેમ કહી શકાય કે એક સ્વરૂપ જીવનના બીજા સ્વરૂપ માટે શ્રેષ્ઠ નહીં નીવડવાની સ્થિતિમાં હોઇ શકે.
આપણે તત્વોની વાત કરીએ ત્યારે આપણા માટેની ઉપયોગિતા કે સાનુકૂળતાના સંદર્ભમાં જ તત્વોનું શુદ્ધિકરણ જરૂરી છે. આ પાંચ તત્વોએ ઘણા બધા તોફાન અને લાખો કરોડો નિદર્શનનો સામનો કરવાનો છે. આ તત્વોએ બીજી લાયકાતો અને શક્યતા સંપાદિત નહીં કરી હોય તો આમ શક્ય નહીં બને. આ તત્વો કુદરતમાં સાહજિક રીતે જ ગ્રહણ ક્ષમતાવાળા હોય છે તમે શ્વાસમાં લો છો તે હવા, ખાઓ છો તે ખારોક તથા પાણીને વિચારો, લાગણી, ઇરાદા અથવા ઉર્જાની અસર થઇ શકે. બાકીના બે તત્વોની આપણે વાત કરતા નથી કારણ કે તમને તેનો વધારે અનુભવ નથી.
તમારા શરીરને બનાવતા પંચતત્વો ઘેરી કે ગાઢ અસરવાળા હોય છે જેને આપણે કાર્મિક પદાર્થ કે સારતત્વ તરીકે ઓળખીએ તે માહિતીનું પડ માહિતી એકત્રિકરણ કરે છે. આના સિવાય જે તે તત્વો તમારામાં ચોક્કસ રીતે વર્તશે નહીં. ચોક્કસ માહિતી ના હોત તો દરેક માણસ એક સરખો હોત.
દૃષ્ટાંતરૂપે કહીએ તો એક મહિલા કેળું ખાય છે. થોડાક જ કલાકોમાં કેળું મહિલા બની જાય છે. માણસે કેળું ખાધું હોત તો કેળું ગાય બન્યું હોત. કેળું એ મહિલા, પુરુષ કે ગાય બનવાની હોંશિયારી ધરાવતું નથી. તમારામાંની ચોક્કસ પ્રમાણની હોંશિયારી કેળાને માણસ, મહિલા ગાય કે અન્ય કોઇ પણ પશુ બનાવતી હોય છે. તમે તમારી જાતને “હું” તરીકે ઓળખાવો છે તે માહિતીનું ચોક્કસ પ્રમાણ અને તમારી સાથે તત્વો થકી ચોંટેલો મૂળભૂત માર્ગ છે કારણ કે આ જગતમાં તત્વોથી વિખૂટું કશું નથી.
તત્વ શુદ્ધિકરણનો મતલબ તત્વોને જમા થયેલી માહિતી અથવા કાર્મિક સારત્વથી મુક્ત કરાવવાનો છે. આમ ના કરવામાં આવે તો તમે મજબૂત વ્યક્તિત્વ બન્યા હો તો પણ તમે તમારી જાત માટે ઉભી કરેલી વાડાબંધી કે સરહદ કેવી રીતે ઓળંગવી તે ક્યારેય જાણી શકશો નહીં. આ કોઇ અસ્તિત્વ દ્વારા નહીં પરંતુ તમારા પોતાના દ્વારા જ તમારા પોતાના માટે જ ઊભી કરેલી સરહદ છે. તમે પોતે જ ઊભી કરેલી સરહદને તમે પોતે જ ઓળંગી ના શકતા હો તો તે જીવન જીવવાનો મૂર્ખામીભર્યો માર્ગ છે.
તમે શા માટે તે જાણ્યા વિના જ કોઇ સરહદ ઊભા કરો, પછી તેને ઓળંગી ના શકો અને થોડા સમય પછી તમે એમ કહેવા લાગો કે હું તો આવો જ છું. આવા પ્રકારનું નિવેદન આપણે દરેક જગ્યાએ સાંભળીએ છીએ. જો તમે કોઇકને કેટલીક મર્યાદા ઓળંગવાનું કહેશો તો તેઓ કહેવા લાગશે કે હું તો આવો જ છું તમે આવા જ નથી પરંતુ તમે તમારી જાતને એવી બનાવી દીધી છે.
આથી જ આપણે જ્યારે માનવીના સંદર્ભમાં વાત કરીએ છીએ તો શુદ્ધિકરણ જરૂરી છે. તમારે બહાર જઇને પૃથ્વી ખાવાની નથી. અળસિયા અને જમીનમાં દટાયેલા રહેતા ઘણા જીવો પૃથ્વીમાંથી આહાર મેળવી તંદુરસ્ત જીવન જીવતા હોય છે. માણસની વાત આવે તો તે ધરાને ખાતો નથી પરંતુ ધરામાંથી શાકભાજી, ફળફળાદી અનાદી પેદા કરીને તેનો પોષણક્ષમ ઉપયોગ કરે છે. માનવી સિવાય અન્ય ઘણા જીવો ધરા જેવી છે તેનાથી સંતુષ્ટ છે. તેમના માટે પાણી અને હવા પણ જેવા છે તેવા બરાબર છે. આવા સંજોગોમાં શુદ્ધિકરણ તત્વ સંદર્ભિત નહીં પરંતુ માનવીના સંદર્ભમાં છે.
– Isha Foundation