સદગુરુ – આપણા જીવનના ચોક્કસ ક્ષેત્રો એવા છે કે, જ્યાં શીખવાની તમામ પ્રક્રિયા ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ આધારિત હોય છે. તમે એબીસી લખો છો કારણ કે ભૂતકાળમાં કોઇકે એબીસી લખ્યું હોય છે. તમે તમારી જાતે એબીસી લખ્યું ના હોત. આથી જ તમે તમારા પોતાનામાંથી જે બહાર નથી આવી શકતું તે જ તમે કરી શકો. તમે માનવીય અનુભવમાંથી બહાર આવતું હોય તે જ કરી શકો છો. એબીસી લખવાનું હજારો માનવ પેઢીના ભાષાકીય અનુભવના નિચોડ સમાન હોઇ તે તમે કરી શકો છો.
તમે જે અન્ય કાંઇ પણ કરી શકો છો તે પણ આના જેવું જ હોય છે તે તમારામાંથી બહાર આવેલું નથી, તેમ થવાનું કારણ અન્યોનું તમારા તરફનું યોગદાન છે. પરિણામસ્વરૂ પે, સરખામણી જરૂરિયાત બની ગઈ છે કારણ કે, આમ ના હોત તો તમે કાંઇ પણ મૂર્ખામીભર્યું કરતા હોવ તો પણ તમે તેને ઘણું જ સરૂં માની બેસો. શું તમારા જીવનમાં આવું બન્યું નથી? કે જ્યારે ગમે તેટલું ઘણું અદભૂત કામ કર્યાનું અનુભવ્યું હોય આવી જ પળે બીજું કોઇ આવીને એવી સારી રીતે કાંઇક કરી બતાવે ત્યારે તમે પોતાને સાવ મૂર્ખ જેવા અનુભવવા લાગો, આથી જ આવી સરખામણી જરૂરી થઇ પડે છે, નહીં તો ગમે તેવી મૂર્ખામી છતાં લોકો પોતાને સર્વોપરી કે રાજા સમજવા લાગે.
સરખામણી તેની પોતાની રીતે બરોબર છે પરંતુ સરખામણી તમારી જાત માટે નહીં તમારા કૃત્ય, કામ કે પગલાં માટેની હોઇ શકે. પ્રવૃત્તિને લાગેવળગે છે ત્યાં સુધી દરકેની ક્ષમતા અલગ અલગ હોય છે. જો આપણે કોઇ ચોક્કસ માપદંડ ના ધરાવતા હોઇએ તો આપણે આપણી પ્રવૃત્તિને સુધારી શકીએ નહીં. દરેક જણ જે કાંઇ કરતો હોય તે શ્રેષ્ઠતમ કરવાના ઝનૂન – નિષ્ઠાથી દોરવાતો નથીય આથી જ આવા લોકો માટે ચોક્કસ બેંચમાર્ક હોવા જોઇએ અને તેમાં ખોટું પણ નથી. જો આમ ના કરાય તો તમે કોઇ લસરકા, લીસોટાથી કાંઇ શરૂ કર્યું હોય અને ફરીથી પૂરા ચક્કર ઉપર કે વર્તુળ ઉપર પહોંચવાનું આવી પડે.
બીજું કોઇ તમારાથી કાંઇક સારૂં કરે છે તે જાણવામાં જો તમને કોઇ સમસ્યા હોય તો જ સરખામણી એ સમસ્યા બની રહેશે. બીજું કોઇ તમારાથી સારૂં કરી શકતું હોય તો તેનાથી તમને કોઇ સમસ્યા કે મુશ્કેલી થવી ના જોઇએ. બીજું કોઇ મારાથી સારૂં કરી શકતું હોય તેવાઓને હું ઝંખતો કે શોધતો હોઉં છું. કારણ કે તેનાથી મારું જીવન સરળ બની રહેશે. જે લોકો મારા જેટલું કામ ના કરી શકતા હોય તેમની સાથે મારે જીવવું નથી. જો તેઓ મારા કરતાં પણ સારૂં કરી શકે તો મારૂં જીવન સરળ, સારૂં અને વધું સુંદર બની રહે પરંતુ બીજું કોઇ તમારાથી સારૂં કરી જ ના શકે તેવી મનોવૃત્તિની હદે તમે ભયપ્રદ હો તો તે મહામૂર્ખામી છે. તમે તમારી જાતને ટોચ ઉપર જોવાની મથામણમાં શું હું સામેના કરતાં મોટો છું કે હું તેનાથી નાનો છું? તેવી સરખામણીથી સામેની વ્યક્તિને માપવાના કારણે જ આવી મૂર્ખામી તમારામાં પ્રવેશતી હોય છે.
તમારા માતાપિતા કે તમારૂં કોર્પોરેટ જગત તમને કાંઇક સારૂં કરવા પ્રેરિત કરતા હોય છે. તેઓને કાંઇ સારૂં કરવા કે થવામાં રસ નથી હોતો, તેઓ તો તમને ટોચના કે નંબર વનના સ્થાને જોવા માંગતા હોય છે. તમે સાત સેકંડમાં 100 મીટર દોડો (હજુ સુધી કોઇએ આમ કર્યું નથી) તેમાં તેઓને રસ નથી. બાકીના સ્પર્ધકો કરતાં તમે એક ઇંચ આગળ રહો તેમાં તેમને રસ હોય છે. આવી સમસ્યા ઉદભવવાનું કારણ તેટલું જ છે કે તમે તમારી જાત માટે અસલામતીની અત્યંત ભયપ્રદ ભાવના જન્માવેલી છે. અન્યો કરતાં તમે થોડાક પણ સારા દેખાઓ કે નીવડો તેટલી ઝંખના પૂરતું તમારૂં સમસ્ત જીવન કેન્દ્રિત છે. આ અત્યંત નકામું જીવન છે કારણ કે મોટા ભાગે તો તમે સફળ થશો નહીં અને તમે તમારી પૂર્ણક્ષમતા પામી કે જાણી શકતા નથી. અન્યો કરતાં આગળ રહેવાની મથામણ અસ્તિત્વનો ખરાબ માર્ગ હોવાના કારણે તમે જાળવે રાખો છો. તમને કોઇ પાછળ રાખીને આગળ નીકળી જશે તે અસલામતીની ભાવના તમારા જીવન જીવવાનો કે અસ્તિત્વનો અત્યંત ભયપ્રદમાર્ગ છે.
તમારે મૂળભૂત રીતે તો જીવન અનુભવવાનો તમારો માર્ગ નક્કી કરવાનો છે. તમે તમારા સ્વભાવથી જ આનંદી હશ તો તમે જે કાંઇ કરશો તે આનંદઊર્યું હોવાથી તમારામાં કે તમારા જીવનમાં અસ્વસ્થ સ્થિતિને સ્થાન જ રહેશે નહીં. તમે કોઇપણ સ્પર્ધામાં ભાગ લઇ શકશો. તમે સંપૂર્ણ આનંદભેર પરમસુખમાં રાચતા હોવાથી તમે તમારૂં શ્રેષ્ઠ કરી શકશો. તમે છેલ્લા આવ્યા હશો તો પણ તે સારૂં જ હશે કારણ કે, તમે તો તમારૂં શ્રેષ્ઠ કર્યું છે. જો તમે તમારા સ્વભાવથી આવા પરમસુખમાં રાચનારા હશો તો જ તમે કામનો આનંદ માણી શકશો પરંતુ જ તમે તમારી આસપાસના આનંદ – ખુશીથી દોરવાયા કાંઇક કરતા હશો તો સફળતા વખતે તમે આનંદ અને નિષ્ફળતા વખતે તમે નિરાશા – હતાશા અનુભવવા લાગશો.
સ્વસ્થ આનંદપ્રદ જીવન જીવવા માટેનો મૂળભૂત પાયો પ્રસ્થાપિત કર્યા વિના જ તમે જીવનની પ્રક્રિયામાં ઝંપલાવવા મથતા હો છો. કોઇ પણ બાળક પણ કેવી રીતે આનંદી રહેવું તે જાણતું હોય છે. બાળકને ભૂખ લાગી હોય તો તે ચીસાચીસ કરતું હોય છે પરંતુ જેવું તેનું ઉદરતૃપ્ત થતું હોય છે કે તુરંત જ તે આનંદભેર પોતાનામાં જ મસ્ત રહેતું હોય છે. જીવવાનો આ મૂળભૂત તંતુ છે. સ્વસ્થ જીવન જીવવા માટે આનંદીત સ્થિતિ આવશ્યક હોવાનું કુદરત પણ કહે છે. આ સ્થિતિ પ્રસ્થાપિત કરી, મક્કમ બનાવી અને વીમાની માફક ભાવિ બચત – રોકાણસમાન રાખવી રહી. તમારે તમારો આનંદનો પણ વિમો રાખીને જ કોઇ પણ કામે લાગવું રહ્યું. આમ કર્યા પછી પણ જો તમારૂં કામકાજ – પ્રવૃત્તિ ઉપર-નીચે થશે તો પણ તમે ઉપર-નીચે થશો નહીં.
– Isha Foundation
