પિયૂષ – શું વપરાશકારજગત ગાંડપણ – ઘેલછાથી દોરવાય છે? લોકો એક સાથે છ સાડી ખરીદતા હોય છે કારણ કે તેઓ કોઇ પાર્ટીમાં જાય અને બીજી વ્યક્તિએ પણ તેવી સાડી પહેરી હોય તો તેમનો સારાપણાનો અહંમ સંતોષાય. લોકો દર ત્રણ નવો મોબાઇલ ખરીદતા હોય છે કારણ કે બીજા કોઇએ પણ નવો મોબાઇલ ખરીદેલો હોય છે. હું નાનો હતો ત્યારે મને કોઇ ઝાડ ઉપર ચઢતાં અટકાવતું નહોતું, મને મારા આહાર સાથે વધારાના પોષણ કે પુરવણી અપાતી ન હતી અને મારે જે કરવું હોય તે કરવા દેવાતું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે, આપણે આપણા બાળકો ઉપર બધા જ પ્રકારના આહાર અને ચીજો રીતસર લાદી દઇએ છીએ, જે મારા હિસાબે ગાંડપણ – ઘેલછા છે. શું વપરાશજગત ગાંડપણ – ઘેલછાથી દોરવાય છે?
સદગુરુ – વપરાશીજગત જગત હોય કે બીજું કાંઇ પણ હોય તેની સાથે જોડાતો અહંમ, વાદ, ઘેલછા કે સારા દેખાવાની ભાવના, ચોક્કસપણે મૂર્ખીમીભર્યો વપરાશ માનવજાત માટે કલ્યાણકારી નથી. કન્ઝમપ્શન (ફેફસાનાં ટીબીનું આર્કિયાક નામ) એ રોગ હોવાનું શું તમે જાણો છો? આજે પણ વપરાશીવૃત્તિ એ એક પ્રકારની બિમારી છે. આપણે આપણા જીવનમાં જરૂર-જોઇતું કાંઇ કરતા નથી અને અન્યોની ધારણા પ્રમાણે કરતા હોઇએ.
આપણી પાસેથી અપેક્ષા રાખનારાઓ તેમના પોતાના જીવનમાં આવી અપેક્ષા અંગે કાંઇ જાણતા હોતા નથી. તમે બીજાની અપેક્ષા સંતોષવા જીવતા રહેશો તો તમારા જીવનની ગાડી પાટા ઉપરથી ઉતરી જશે. આથી જ હું માનું છું કે, જાહેરખબર જગતે વિચારવિહોણા મૂર્ખીમીભર્યા વપરાશના બદલે જાગૃત – સમજભર્યો વપરાશ ઊભો કરવા ઉપર ધ્યાન આપવું જોઇએ. બુદ્ધિવિહોણાનો અર્થ કાંઇ પણ કર્યા કરવું.
એક વખત આવી સ્થિતિ ઘર કરી જાય તે પછી સામાજિક ઘટનાચક્ર ચાલ્યે જ જતું હોય છે જે ક્યાંય પણ લઇ જતું નથી, અને તેવા સમાજમાં ગહનતા હોતી નથી. આવા સમાજમાં બધું જ અભડાઇ ગયેલું હોય છે. હાલમાં આપણે આ જ દિશામાં ઝડપભેર જઇ રહ્યા છીએ. ભારત એવી સંસ્કૃતિ રહી છે કે, જ્યાં જીવનના પ્રત્યેક પાસાના ઊંડા મૂળિયા અને અર્થ હોય છે. તમારે કેવી રીતે બેસવું, કેવી રીતે ઊભા રહેવું, કેવી રીતે ખાવું તે બધી જ સીધીસાદી બાબતોના ગંભીર – ઊંડા સંકેતાર્થ હોય છે, અને આજ કારણે આપણને દુષ્કાળ, આક્રમણ કે અન્ય કોઇ પણ બાહ્ય સ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે ભારતની ભાવના નિઃશંકપણે જીવતી રહેતી હોય છે.
તમે માનવજાતમાંના ઊંડા મૂળિયા હટાવી લો અને તેમને મોલ પ્રથાથી દૂર કરી દો તો તેઓ સહેલાઇથી હચમચી જતા હોય છે. આશરે 20 વર્ષ પૂર્વેની સ્થિતિની વાત કરીએ તો આપણા દેશમાં માનસિક રીતે અસ્તવ્યસ્ત લોકોની સંખ્યા ઘણી ઓછી હતી પરંતુ આજે આપણે કહી શકીએ કે આ સંખ્યા વધી ગઈ છે. જોકે, યોગ્ય આંકડાકીય જાળવણીની વ્યવસ્થાના અભાવે આ સંખ્યા હજુ પણ ઓછી છે. અને તે માટે અગાઉ આપણે જેની વાત કરી તે ઊંડા મૂળિયાં જવાબદાર છે. તમે અમેરિકન સમાજ અને વસતીની જાણકારી મેળવશો તો એન્ટીડીપ્રેશન આધારિત લોકોની માહિતી મેળવી શકશો અને ત્યારે જણાશે કે તે સ્વસ્થ સમાજ નથી. ઘણી બધી રીતે કહીએ તો આ બુદ્ધિવિહોણા વપરાશવાદનું
પરિણામ છે.
માનવ સમાજ તેની બુદ્ધિશાળીતાથી અને આવતી જતી રહેતી બાહ્ય મનોવૃત્તિથી પર રહીને કાર્યરત રહે તે મહત્વનું છે. આપણે આપણા બહુમતિ સમાજને આવી જ સ્થિતિમાં ધકેલીએ છીએ તે દર્શાવે છે કે આપણને માત્ર કોઇ પણ વસ્તુ કોઇ પણ ભોગે વેચવામાં રસ છે. સમસ્ત જગતની સાત અબજ જેટલી વસતિ સરેરાશ અમેરિકન નાગરિકના વપરાશના ધોરણે વપરાશ કરતી રહેશે તો આપણને લગભગ સાડા ચાર પૃથ્વીની કે જગતની જરૂર પડે પરંતુ આપણી પાસે હવે અડધું જગત જ બચ્યું છે તેનો અર્થ તમારે વિશ્વની અડધોઅડધ વસતિને ગરીબીમાં રાખવી પડે અને તો જ બાકીના બીજા બધા વપરાશવાદના ઉન્માદની દિશામાં આગળ વધી શકે.
હું માનું છું કે, જીવન જીવવાનો વધુ સમજભર્યો માર્ગ શક્ય છે. આનો અર્થ તેવો પણ નથી તમારે જીવનનો આનંદ નહીં માણવાનો કે ચીજો ધરાવવાનું છોડી દેવાનું. દરેકને તેમને જોઇતી ચીજો અને જરૂરિયાતો ધરાવવાની જ હોય પરંતુ બીજાના બુદ્ધિવિનાના અભિપ્રાયો સંતોષવા આપણી ધરાને ખોદવાની કે શોષી લેવાની જરૂર નથી. આમ કહીને હું “ઇકોલોજીકલ મેસેજ” આપવા માંગતો નથી. મારી ચિંતા માનવ – માનવતા માટેની છે.
આ વાર્તા – “કોઇ એક માણસ જે ડાળ, ઉપર બેઠો હોય તે જ ડાળ કાપતો હોય” તેના સમાન છે. ડાળ ઉપર બેઠેલો માણસ ડાળ કાપી શકશે તો તે પોતે જ નીચે પડવાનો છે, અને ઘણી બધી રીતે આવું જ થતું હોય છે. આજકાલ આપણે ઘણા બધા સફળ માણસોના ચહેરા ચિંતા, ગુસ્સા અને અશાંત હાવભાવવાળા જોઇએ છીએ, તેનો અર્થ એવો નથી કે સફળતા પીડાય છે. આ બધું જ બુદ્ધિવિહિન વપરાશવાદે નોંતરેલી યાતનાનું પરિણામ છે અને આથી જ હું માનું છું કે, જાહેરખબર જગતે જાગૃત વપરાશવાદ ઉપર ધ્યાન આપવું જોઇએ.s
– Isha Foundation