સદગુરુ – વાઈરસ એ આપણા જીવનમાં પ્રવેશતાં નવાગંતુકો નથી. આપણે બેક્ટેરિયા અને વાઈરસોના મહાસાગરમાં જીવી રહ્યા છે પરંતુ કોઈચોક્કસ વાઈરસ આપણી શારીરિક વ્યવસ્થા માટે નવા હોવાથી આપણા શરીરને પણ તેનો સામનો કરવા ઝઝૂંમવું પડવું હોય છે. આવા સમયે આપણું શરીર જરૂરી એન્ટીબોડીઝ જન્માળ અને જે તે વાઈરસનો સામનો કરવાની રોગપ્રતિકાર શક્તિ મેળવે તે જરૂરી છે કારણ કે આપણે આપણા જીવનમાં બધા જ પ્રકારના કામકાજ કે સમસ્યાને હલ કરવા અથવા તેને અનુરૂપ થવા ટેવાઈ ગયા છે. કોરોના વાઈરસ સામે પણ લડવા આપણે થોડુંઘણું કરી શકીએ તેમ છીએ કોરોનાનો આ કોઈ ઈલાજ નથી પરંતુ જો આ સાદી સરળ ઘરગથ્થુ ચીજોને અપનાવાય તો આપણે છ થી આઠ સપ્તાહમાં આપણી રોગપ્રતિકાર વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો અનુભવી શકીએ છીએ.
1. લીમડો અને હળદર
લીમડાના પાંદડા સમગ્ર ભારતમાં પર્વતીય વિસ્તારો સિવાય મળતા હોય છે. આવી જ રીતે હળદર પણ ગમેત્યાં મળતી હોય છે. હાલમાં નેનો ટર્મરિક પણ બની રહી છે જેને ગ્રહણ પાચન દર સામાન્ય હળદર કરતાં અનેકગણો વધારે હોય છે. તેમ ખાલી પેટે લીમડાના આઠથી દસ પાંદડા અને હુંફાળા પાણીમાં ચપટી હળદરનું સેવન કરી શકો છો તેનાથી બાહ્ય જીવ પ્રદૂષણનો સામનો કરવાની તમારી ક્ષમતા અનેક ગણી વધી જતી હોય છે.
2. ચ્યવનપ્રાશ અને કાચી કેરી
તમારી રોગપ્રતિકાર શક્તિ વધારવા ચ્યવનપ્રાશ જેવી પરંપરાગત બનાવટ વર્ષોથી ઉપલબ્ધ છે. જો તમારા ઘરમાં 60 વર્ષથી ઉપરના સભ્યો હોય તો તેમને ચ્યવનપ્રાશ આપવાથી શરૂઆત કરવી જોઈએ. કાચી કેરી પણ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે.
3. મધ સાથે આમળા અને મરી
મધમાં આખી રાત પલાળેલા આમળા અને લીલા કે સૂકા મરીવાળું મિશ્રણ દિવસમાં ત્રણ વખત લેવાથી ગુણકારી નીવડે છે.
4. મહાવીલાના પાંદડા
મહાવીલાના પાંદડા પશ્ચિમી ઘાટ વિસ્તારમાં મળે છે. દરરોજ સવારે મહાવીલાના ત્રણથી પાંચ પાંદડા ચાવી જવાથી ફાયદો થાય છે.5. પર્યાપ્ત શારીરિક પ્રવૃત્તિ આજકાલ લોકડાઉન તથા વર્કફ્રોમ હોમની હાલતમાં લોકોનું જીવન મહદ્અંશે બેઠાડું થઈ ગયું હોય છે. જો દિવસભર ખાવાપીવા અથવા દારૂનું સેવન કરવામાં આવે અને કોઈ શારીરિક પ્રવૃત્તિ ના કરાય તો આવા લોકો તેમના શરીરને સંદેહનીય હાલતમાં ધકેલી શકે છે. આવા સમયે શારિરક સક્રિયતા જરૂરી છે. જો તમે બીજું કાંઈ ના જાણતા હો તો દિવસ દરમ્યાન તમે જે જગ્યાએ હો ત્યાં પાંચથી છ વખત ઓછામાં ઓછી 15 મિનિટ જેટલું જોગીંગ કરો. આમ થવાથી તમારૂં શરીર જે તે પરિસ્થિતિનો શ્રેષ્ઠત્તમ રીતે સામનો કરી શકશે.
6. તમારી જાતને ખુશખુશાલ રાખો
માનસિક તણાવ, હતાશા કે દબાણથી તમે તમારી રોગ પ્રતિકાર શક્તિને એક પ્રકારે ઘટાડો છે. તમારી જાતને સ્ફૂર્તિમય, પ્રફુલ્લિત અને ખુશખુશાલ રાખવાથી તમારી પ્રતિકારક શક્તિ જળવાઈ રહીને તમે તમારા શરીરને બરાબર રીતે કાર્યરત રાખી શકો છો. આનંદિત, જવાબદાર અને સમજુ વ્યક્તિ અન્ય નંખાઈ ગયેલા અને થાકેલા લોકો કરતાં બધાજ કામો વ્યવસ્થિત રીતે કરી શકતા હોય છે. જો તમે કોઈપણ પ્રકારના ગભરાટ કે દબાણમાં આવી જતા હો છો તો તમે થીજી ગયેલા કે લકવાગ્રસ્ત જેવા થઈ જતા હો છો. તમારૂં મગજ અને શરીર જે રીતે જરૂર પડે તે રીતે કાર્યરત રહે તે અત્યંત મહત્ત્વનું છે.
7. ઉર્જાસ્ત્રોત જન્માવવા અવાજની મદદ લો
વાઈરસનું સંપૂર્ણ સ્પષ્ટ ચિત્ર ના હોય તેવી સ્થિતિમાં આપણે સૌ કોઈ છીએ ત્યારે જરૂરી માહિતી ઉપલબ્ધ નહીં થવાના સંજોગોમાં બુદ્ધિજીવી વર્ગ પોતાને નિઃસહાય અનુભવીને હતાશાની લાગણીમાં ધકેલાઈને ગમે તેવા આધાતજનક પ્રતિભાવો આપી છે. આ એવો સમય છે કે જ્યારે તમારે તમારી લાગણીના ઉભરાને કાબુમાં રાખવાનો છે. જો તમે તમારામાં લાગણીના ઉછાળાને અનુભવતા હો તો તમારામાં બુધ્ધિજીવ કુનેહ નહીં હોય તો પણ તમારી શારિરીક વ્યવસ્થા ચોક્કસ રીતે કામ કરીને બધું જ બરાબર કરી શકે છે. તેમ તમે જોઈ શકો છો.
કોઈપણ વ્યક્તિ ચોક્કસ બુધ્ધીજીવીતા લાગણી અને શારીરિક પ્રક્રિયા સાથે અવાજનો ઉપયોગ કરી શકે છે. દૃષ્ટાંતરૂપે કહીએ તો તમે જ્યારે બેસો કે ઉભા થાઓ છો ત્યારે તમારી શારીરિક વ્યવસ્થા ભૌતિક, રાસાયણિક અને ઉર્જા સ્તરે પણ કાર્યરત થતી હોય છે, જ્યારે તમે ઉભા થાઓ કે બેસો ત્યારે ‘શીવ’નો ઉચ્ચાર કરો અથવા સારૂં કે ખરાબ જુઓ ત્યારે પણ ‘શીવ’નો ઉચ્ચાર કરો. જ્યારે આવો બદલાવ આવે અને જો તમે અંતઃકરણથી આવો શક્તિશાળી અવાજ બોલો છો ત્યારે ઉર્જાસ્ત્રોત ઉદ્દભવતો હોય છે.
– Isha Foundation