Quote-Photos-2015-August

આ પ્રશ્નનો ઉત્તર તે છે કે તમે હિંસા એ અહિંસા માટે સક્ષમ છો પરંતુ હિંસા તમારામાં નથી. હિંસા એ તમારી બહારના કશાકનો પ્રત્યાઘાત છે. જો તમે આ વાત જાણતા હો તો ગમે તે ઘડીએ તમને જેની જરૂર લાગે તે કરતા હો છો.
આવી સંસ્કૃતિ કે પરંપરા મરણાધીનતા નહીં પરંતુ જાગૃતપણા ઉપર લદાયેલી છે. જ્યારે પણ જાગૃતપણામાં ડૂબકી મારવામાં આવે છે ત્યારે પેઢીઓથી યોગ્ય સ્વરૂપના માનવીઓ ઉદભવતા જ રહેતા હોય છે અને તેમના દ્વારા જાગૃતપણાનું સ્તર ઊંચું ને ઊંચું લઇ જવાતું હોય છે. પરંતુ હાલમાં આપણે એવા ભયપ્રદ બિંદુએ પહોંચી રહ્યા છીએ કે જ્યાં મરણાધીનતા કે જાગૃતપણાનું અસ્તિત્વ જ નથી. જો આપણે જાગૃતપણાના સ્તરને ઊંચું લઇ જવા તાકીદે કાંઇ નહીં કરીએ તો આપણે મરણાધીનતાની ભયાવહ જાળમાં પટકાઇશું પરંતુ જો આપણે આમાંનું કાંઇ પણ નહીં કરીએ તો આપણે સંપૂર્ણ અંધાધૂંધીની સ્થિતિમાં પટકાઇશું.
આજના દિવસે રાષ્ટ્રીય ચર્ચાને વરેલો વિષય બળાત્કાર છે. નવી દિલ્હીની જઘન્ય ભયાવહ ઘટનાએ રાષ્ટ્રના જાગૃતપણાને ચોક્કસ ધાર કે કરાડ ઉપર લાવીને મૂકેલ છે. આ પળ પરાવર્તનનું બિંદુ બની શકે અને આપણને જીવનની આવશ્યકતાઓ તરફ જોવાની ફરજ પાડી શકે. આ તબક્કે સમજવાનો મુદ્દો તે છે કે, બળાત્કાર માટે કદાચ જાતિય ઉત્તેજના જવાબદાર હોઇ શકે પરંતુ અહિંસા જાતિયતાથી પણ વધારે આધિપત્યતાનો ભાવ જવાબદાર હોઇ શકે. સમાજો દ્વારા એક મૂળભૂત ભૂલ થઇ છે અને તે એ છે કે, મહિલાઓને આધિપત્યની ચીજ કે વસ્તુ બનાવાઇ છે. માનવ માનસમાં ઊંડે ઊંડે તેવો ભાવ સ્થાપિત થઇ ગયો છે કે મહિલાએ તેના પોતાના મગજ કે ભાવ વિનાની વસ્તુ કે ચીજ છે. આ મૂળભૂત ભાવનાને સમજ્યા કે સંબોધ્યા વિના માત્ર ને માત્ર એકાદો વધુ કાયદો ઘડવા માત્રથી કોઇ સાચા પરિણામો આવશે નહીં.
જ્યારે કોઇ હિંસક કાયદો હિંસક કાયદો ઘડે છે ત્યારે તે શિક્ષાને પાત્ર ઠરે છે પરંતુ જો તમારે સારો સમાજ જોઇતો હોય તો તમારે વધારે સારા નક્કર અને વ્યવહારુ નિરાકરણ માટે નજર દોડાવવાની જરૂર છે. કદાચ એવું પણ બને કે કોઇ સર્વાંગ સંપૂર્ણ નિરાકરણ ના મળે અને ઉપર છલ્લા સમાધાનના બદલે સમસ્યાના મૂળ સુધી પહોંચવા ટકાવારીને નીચી પણ ઉતારવી પડે.
હાલમાં સાચો મુદ્દો તે છે કે, આપણે કેવા પ્રકારના માનવોનો ઉછેર કરી રહ્યા છે. જો માનવ મગજ ચોક્કસ વિચારોને તકની ઉપલબ્ધિ સાથે સિંચન કરતું હશે તો તેનાથી વાસ્તવિકતા હાંસલ થશે જ પરંતુ જો આપણે કોઇ બળજબરીના વિચારો કે કાયદાને (પુરુષ, મહિલા કે બાળક સંબંધિત) લાદીશું તો બીજો કોઇ તેનાથી બહારનું જ કાંઇક અપનાવશે.
મૂળભૂત મુદ્દો બીજા માનવને ઉતારી પાડવા, અપમાનિત કરવા કે તેના ઉપર આધિપત્ય ભાવ સંબંધિત છે. આવું થવા માટે અસમાનતાની ચોક્કસ માત્રાના કારણે છે તેનાથી તમારામાં બીજા કરતાં વધારે સારા પુરવાર થવાનો આધિપત્ય ભાવ જન્મતો હોય છે. આવી જરૂરને પૂરી કરવા તમે ખરીદી કરવા જોઓ કે બળાત્કારના હિન કૃત્યમાં આગળ વધતા હો ત્યારે મૂળભૂત સમસ્યા તો આધિપત્ય ભાવની જ રહે છે. આધિપત્ય ભાવને અપનાવીને જ અપૂર્ણતાના ખાલીપાને ભરવાની વૃત્તિ રહે છે. આજના દિવસે આવા કૃત્યો કદાચ નુકસાનકર્તા ના લાગે પરંતુ કાલે ઉઠીને આવા જ કૃત્યો વરવો ભાવ પ્રદર્શિત કરવાનું શોધી લેશે.
આજના દિવસે 500થી વધારે વ્યાપક પ્રમાણમાં લોકપ્રિય રેપ વીડિયો ગેમો વેપારી ધોરણે વેચાય છે. લાખો લોકો દ્વારા ખરીદાય છે. આપણે એક માંદા ખાનગી કે અંગત જગતને પાળીપોષીને એવું ધારી બેઠા છીએ કે જાહેરમાં બળાત્કાર નહીં થાય પરંતુ તેવું કેવી રીતે ના બને?
આજના જમાનામાં વેપારે માનવતા ઉપર અગાઉના દાખલાઓનું સ્થાન જમાવી દીધું છે. તમે શું વેચી શકો છો તેનું મહત્ત્વ નથી. જ્યાં સુધી તમે તેને વેચી શકો છો ત્યાં સુધી બરાબર છે અને તમે ઊંચે ને ઊંચે જાઓ છો પરંતુ આવી સ્થિતિ અત્યંત ભયપ્રદ છે. અહિંયા મુશ્કેલી આવશ્યકપણે જીવનની ભૌતિકતામાં ઘણા બધા રોકાણમાં સમાયેલી છે. જે ઘડીએ તમારી ભૌતિકતાની સરહદો તમારી અંતિમ સરહદો બને છે ત્યારે જે લોકો દુશ્મન જેવા લાગે છે તેના ખાત્માની જરૂર ઉદભવે છે અને જેઓ અલગ લાગે છે તેના ઉપર આધિપત્ય ભાવ જમાવવાની જરૂર ઉદભવે છે.
અહિંયા સાચો ઉત્તર વ્યક્તિગત બદલાવમાં સમાયેલો છે. કમનસીબે કોઇને પણ કોઇ પણ ઘડીએ કાંઇ પણ રોકવાની કે જીવન પણ આવું બને તેમ કરવાની ઇચ્છા નથી. દરેકને ત્વરિત નિરાકરણ જોઇએ પરંતુ જો આપણે આવા બદલાવમાં કાંઇક રોકવા માટે ઇચ્છુક નહીં હોઇએ તો અત્યંત ખરાબ સમય માટે આપણે તૈયાર રહેવું રહ્યું. કોઇ આવી વીડિયો ગેમ્સ ુપર કરશે કે કોઇ શેરીઓમાં જઘન્ય કૃત્ય કરશે પરંતુ જગત તો તેવું રહેશે કે જ્યાં બંધબારણાનો બળાત્કારી હશે કે કોઇ પછી શેરીનો બળાત્કારી હશે અને આવું નિશ્ચિતપણે જીવવાને લાયક નહીં જ હોય.
સૌ કોઇના સમાવેશપણાની દિશામાં માનવતાએ રોકાણની તાકીદની જરૂર છે. આનો અર્થ તમારી ભૌતિકતાની સરહદ સુધી તમે કોણ છો તેની સમજ પૂરતું મર્યાદિત નથી. જો આવો મૂળભૂત બદલાવ કે પરિવર્તન આવશે તો તમે ગમે તે માર્ગે ચાલો, શ્વાસ લો કે આ ધરા ઉપરનું તમારું અસ્તિત્વ અલગ જ હશે. તેટલું જ નહીં માનવસહજ હિંસાની સમસ્યાનું દીર્ઘકાલિન નિરાકરણ પણ આ જ છે.
– Isha Foundation