પ્રશ્ન – શું આદત – વ્યસનને સંપૂર્ણતયા માનસિક અને ભૌતિક અથવા કોઇ બીજું પરિબળ સ્પર્શે છે? શું તે કર્મિક – કર્મનું ફળ છે?
સદગુરુ – અસ્તિત્વમાંના શું એવા કેટલાક પરિબળ છે ખરા, જે તમને દારૂ – આલ્કોહોલ પીવા પ્રેરે છે? પ્રશ્ન એ છે કે જ્યારે તમારા ઉપર કશુંક ફરજિયાતપણે લદાય છે અથવા તમારે આમ કરવું જ રહ્યું તેવું દબાણ તમારા ઉપર થાય છે ત્યારે તમારાથી ઉપરવટ કોઇક પરિબળ અનુભવાય છે.
જેને આદત પડી હોય છે તે અને કોઇ જે તે ધરાવે છે તે બે અલગ નથી, આ બંને એક જ પ્રમાણ – પ્રકારની ગુલામી છે. ચાલો આપણે આ સમજીએ – આદત – વ્યસનનો અર્થ ચોક્કસ પ્રકારનું પુનરાવર્તન થાય છે. પુનરાવર્તનનો અર્થ તમે એક વર્તુળમાં ઘુમો છો. કોઇ પણ પ્રકારના પુનરાવર્તનમાં ફસાવું એ તમારી જાત સામેનો ગુનો છે. મર્યાદિત કે મર્યાદામાં બંધાયેલા માનવી બની રહેવું તે પણ ગુનો છે. તેમાં પણ આ કે પેલાની આદત પડી જાય તે સૌથી ખરાબ ગુનો છે.
કોઇપણ પ્રકારનું પુનરાવર્તન કે વારંવાર કરાતી પ્રક્રિયા શારીરિક અને માનસિક હોય છે. શરીરમાં થતી જનીનીક પ્રક્રિયા એ પુનરાવર્તન છે, આ જ કારણે જ્યારે કોઇ ઓચિંતા જ આધ્યાત્મિક માર્ગે જવા ગંભીરપણે વિચારે છે ત્યારે તેમને તેમના માતા પિતાને છોડવાનું કહેવામાં આવે છે. અમે માબાપની ચિંતા કરતા નથી તેવા કારણે નહીં પરંતુ જનીનીક પ્રક્રિયાના કારણે આમ કરવામાં આવે છે. જો તમને તમારા જનીનીક મૂળની યાદ આવતી રહે તો તમે સ્વભાવિકપણે તેના આદતી બની જશો.
તમે પણ તમારા માતા-પિતા જે કાંઇ કરતા હશે તે જ કરશો પછી ભલે તે થોડુંક અલગ હોય પરંતુ તે એ જ જૂની મુર્ખામી હશે. પાછું વાળીને જુઓ તો તમને કાંઇક અલગ લાગતું ભલે હોય પરંતુ જીવનની પ્રક્રિયામાં કશું જ અલગ નથી હોતું. સામાજિક તફાવત ભલે હોય પરંતુ પેઢી દર પેઢીથી એ જ પુરાણ હોય છે જેમાં કશું નવું હોતું નથી. આથી જ શરીર પણ પુનરાવર્તિત હોઇ શકે અને આજ કારણે તમને તમારા જનીનીક મૂળથી દૂર રહેવા કહેવામાં આવતું હોય છે.
મગજ પણ પુનરાવર્તનશીલ છે.
તે તેની આસપાસ કમાનાકાર આવરણમાંથી જ કાર્યરત હોય છે. જો આ બાહ્ય આવરણને હટાવી લેવાય તો મગજ પણ એક સાદા અરીસાની માફક જીવનનું પ્રતિબિંબ પાડતું કામ જ કરતું હોત. પરંતુ હાલમાં તો મગજ પણ કુદરતી રીતે પુનરાવર્તિત છે. કારણ કે તે બાહ્ય આવરણથી ઢંકાયેલું છે. આદત-વ્યસનનો શું બીજું કોઇ માપ વિસ્તાર છે? શું તે કર્મિક – કર્મનું ફળ છે? તમામ કર્મ શરીર અને મગજ સંબંધિત હોય છે. તે જીવનના અન્ય કોઇ માપ – વિસ્તાર સાથે બંધાયેલ નથી. યોગમાં મગજ નહીં માત્ર શરીર અને માનસિક તથા ઉર્જાકીય શરીર હોય છે.
હું કહીશ કે સમગ્ર માનવજાત એક પ્રકારના ઊંડા આદતી વર્તુળમાં છે. આવી આદત – વ્યસન આલ્કોહોલ, ચા, કોફી કે અન્ય કોઇ ભોગવિલાસ પૂરતી જ મર્યાદિત નથી. ઘણા લોકો તો ઘણી બધી પીડાદાયી ચીજોના પણ આદતી હોય છે. કારણ કે, આ અંગેની જાગૃતિ નથી. તમે જેને અપનવો છો તે ચીજ ગમે તે હોય તેની ચિંતા વિના જ તમે તેને વળગી જતા હો છો. ઘણી વખત અકસ્માતે તો ઘણી વખત કોઇકના ઇરાદાપૂર્વકના છટકામાં ફસાઇને તમે કશાકને અપનાવતા હો છો જે આગળ જતાં જીવનની આદતી પ્રક્રિયા બની રહેતી હોય છે.
તમે પોતે જ એક આદત છો જે જન્મવાથી માંડીને મૃત્યુ સુધીના મૂર્ખામીપણાના આદતી છો. જે વખતે તમે જન્મ અને મૃત્યુની આદતથી વિમુખ થાઓ છો ત્યારે જ તમે સીધા લક્ષ્યાંકની નજીક પહોંચી શકો છો. સદનસીબે લક્ષ્યાંક આ રસ્તાનો કે પેલા રસ્તાનો નહીં 360 ડીગ્રીના ખૂણાવાળો છે. તમારે જે માર્ગે જવું હોય તે માર્ગે જાઓ પરંતુ સીધા જશો તો તમે લક્ષ્યને પામશો. જો તમે ઇચ્છો તો તમારી આદતને વાહન તરીકે અપનાવો. અને બીજા કશા સિવાય તેમજ કરો.
કોફી કે ચા પીવાના બદલે, કોફી કે ચામાં તરવા લાગો અને તે કારગત નીવડશે. જો તમે ગુસ્સો કે ઇર્ષાભાવના ફરજિયાત વર્તનના આદતી છો તો 24 કલાક પૂરતું તેને છોડી દો અને તમે સીધા જ 360 ડીગ્રીના લક્ષ્યાંકે પહોંચી જશો. અને તેના માટે તમારે ચોક્સ દિશામાં જવાની જરૂર નહીં પડે.
નિશ્ચલ તત્વમ, જીવન મુક્તિ – જ્યાં સુધી તમે સીધા અને ડગમગાવે નહીં તેવા માર્ગને વળગી રહો છો ત્યાં સુધી તમારી લક્ષ્યપૂર્તિ કોઇ અટકાવી શકતું નથી પરંતુ જો તમે તમારો લક્ષ્યાંક અને તમારી પ્રાથમિકતાને દરરોજ બદલતા રહેશો તો પછી આદતીચક્રમાં પટકાશો. તમામ પ્રકારના બંધનો તમારી ભૌતિક અને માનસિક અવસ્થામાંથી ઉદભવતા હોય છે તો શું તમારું શરીર અને મગજ શ્રાપ છે? ના. તે તો એક શક્યતા જ છે.
આ તેના જેવું છે કે જો હું તમને એક મોટું વ્હીલ (ચકરડું) આપું તો તમે તેને ગોળગોળ ફેરવીને તેના થકી માટીનો ઘડો પણ બનાવી શકો અથવા તો તમે તેના ઉપર સવારી કરવાનું પણ શીખી શકો અને તે રીતે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો. આ જ રીતે તમારૂં શરીર અને મગજ પણ મોટા વ્હીલ જેવા છે. તમે તેને ચક્કર ચક્કર ઘૂમાવવાનું, પ્રેમ કરવાનું કે ધિકાકરવાનું પસંદ કરો છો, તમારે તેને પૂર્ણક્ષમતાથી ઉપયોગમાં લેવાનું છે. તમારા જીવનમાં અવરોધરૂપ નહીં પરંતુ અદભુત ગતિશીલ વાહન બનાવવા માટે યોગ હોય છે.
– Isha Foundation