Quote-Photos-2015-August

પ્રશ્નઃ જૂની અને નવી પેઢી આજના દિવસે તીવ્રતમ મતભેદ ધરાવતી હોવાનું લાગે છે. જૂની પેઢીનો અનુભવ અને યુવા પેઢીની ઉર્જા સાથેમળીને કેવી રીતે કાર્યરત બની શકે?
સદ્્ગુરુ ઃ જૂની અને નવી પેઢીના મતભેદો આજના નહીં હંમેશથી ચાલ્યા આવે છે. સાચી સમસ્યા તે છે કે જૂની પેઢી પોતાને ઉંમરલાયક માનવા તૈયાર નથી અને નવી પેઢી એમ માને છે કે તે પર્યાપ્ત ઉંમરલાયક થઇ ચૂકેલ છે. હકીકત તે છે કે તમે જે જગ્યા ભરવા ઇચ્છો છો ત્યાં પહેલેથી જ કોઇકનો કબ્જો છે. માનવીમાં જ આવી સ્થિતિ છે. તેવું નથી. જો તમે જંગલી પ્રાણીઅો ખાસ કરીને હાથીઅોના ઝૂંડનું નિરીક્ષણ કર્યું હોય તો જણાશે. કે યુવાન તેજીલા તોખાર જેવો હાથી ગમે ત્યાં તોડફોડ કરતો અને ગુસ્સે ભરાઇને ખેદાનમેદાન કરતો જોવા મળતો હોય છે. કારણ કે આવા યુવાન હાથીને તેના ઝુંડમાંના ઉંમરલાયક મદમસ્ત હાથી સામે વાંધો હોય છે. ઉંમરલાયક હાથી તેની મોભીની જગ્યા ખાલી કરતો નથી અને યુવા હાથી તેની સાથે બાખડવા મથતો હોય છે. પરંતુ તેની પાસે પૂરતી તાકાત નથી હોતી પરિણામે તે કિશોરાવસ્થાની નારાજગી અને હતાશા વ્યક્ત કરતો ફરે છે.
ભારતીય સંસ્કૃતિમાં આ જ કારણોસર વર્ણાશ્રમ ધર્મનું સર્જન કરાયેલું છે તેનો અર્થ શૂન્યથી 12 વર્ષની વય એ બાલ્યવસ્થા કે બાળપણ છે. આ અવસ્થામાં રમવાનું અને મોજમસ્તી કરતાં કરતાં તમારું મગજ વિકસતું રહે છે. 12થી 24 વર્ષમાં તમારા શરીર અને મગજમાં શિસ્તબદ્ધતા આવે છે તથા તમે શક્તિશાળી વ્યક્તિ બની રહો તેવી ઉર્જાનું સિંચન થતું રહે છે. 24 વર્ષે તમે જેવા છો તે રીતે અન્ય કશા ઉપર ધ્યાન આપ્યા વિના જીવન ઉપર દૃષ્ટિપાત કરશો તો તમે સન્યાસી અથવા લગ્ન કરી ગૃહસ્થી બની જાઅો છો જો તમે 24 વર્ષે લગ્ન કરી લો છો તો બે સૌર ચક્રો અથવા 48 વર્ષે તમારા બાળકો પણ વીસી વટાવી ચૂક્યા હોય છે અને તેતર્રાર યુવાની હવે તમે જગ્યા ખાલી કરો તેમ કહેવા માંગતી હોય છે પરંતુ તેમ કહી શકતી નથી.
આથી 48 વર્ષે કે વટાવીને દંપતિ સન્યાસ લઇને બંનેના રાહ અલગ અલગ બનાવી લેતા હોય છે. પતિ એક સ્થળે અને પત્ની બીજા સ્થળે 12 વર્ષના આધ્યાત્મિક રાહને અનુસરે છે. 60 વર્ષ પાછા ફરી ફરીથી લગ્નના બંધનમાં જકડાવું એ પરંપરા હતી પરંતુ હવે આજે ઉંમર લાયકોને પણ ક્યાંક ગયા વિના સાથે રહેવું હોય છે. પહેલી વખત તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે શરીર, લાગણી અને અન્ય કોઇપણ બંધનથી તમે જકડાયેલા હો છો પરંતુ 48 વર્ષ પછી આધ્યાત્મિક સાધના અને 60 વર્ષના થતાં સુધીમાં અગાઉના તમામ બંધનો પૂરા થઇ ગયા હોય અને તમે વાનપ્રસ્થ અવસ્થામાં જાઅો છો.
વાનપ્રસ્થ અવસ્થામાં જંગલના રાહે જઇને શેષજીવન વિતાવો પરંતુ આજનાં માબાપ પોતે ક્યાંય જવા માંગતા નથી અને તેમના બાળકો ક્યાંક જાય તેમ ઇચ્છતા હોય છે. બાળકોને જગતમાં ક્યાંય પણ ઠરીઠામ થવાનું યોગ્ય લાગે તો તેઅો જતા રહે છે. પરંતુ તે જો તેઅો ઠરીઠામ નથી થઇ શકતા તો પછી સંઘર્ષ ઉધ્્ભવવાનો જ છે.
લોકો માને છે કે તેઅો લાગણીઅોના કારણે માબાપ અને બાળકો છે. પરંતુ જ્યારે જીવનની વાત આવે છે તો તેઅો ‘યંગબુલ’ અને ‘બીગબુલ’ છે, જેઅો આધિપત્ય અને સ્થાનને પામવા બાખડી રહ્યા છે. પુરુષો અને મહિલાઅો પોતપોતાની રીતે જીવનનું ગાડું આગળ ધપાવતા હોય છે. પરંતુ મૂળભૂત સમસ્યા તો મોભાના સ્થાનને પામવાની જ હોય છે. યુવાનોને તેમનું સ્થાન જોઇએ છે અને ઉંમરલાયકોને તેમનું સ્થાન છોડવું નથી એટલે અથડામણ થતી હોય છે.
તમારા સંતાનો જો તમારાથી દૂર રહેતા હશે તો તેઅો તમને હંમેશા પ્રેમ કરતા રહેશે પરંતુ જો તમારા સંતાનો તમારી સાથે રહેતા હશે તો સંઘર્ષ થશે જ. આવું એટલા માટે નથી કે તમે અને તમારા સંતાનો ખરાબ છે પરંતુ તમારે તમારી જગ્યાની તથા સંતાનોને તેમની રીતની જગ્યાની ઝંખના હોય છે. માબાપ અને સંતાનો એક જ પ્રકારના સ્થાનની ઝાંખના રાખતા હશે તો વાદવિવાદ અને સંઘર્ષ થવાનો જ છે. જો તમે માંદાપડો છો તો તમારી દેખભાળ અને કાળજી લેવાય તેવી ઇચ્છા સ્વાભાવિકપણે થવાની જ છે અને જો તેવું નહીં બને તો પણ સંઘર્ષ થશે જ.
આ કોઇ નવીનવાઇની સમસ્યા નથી. ગુફાકાળના યુવાનો અને ઉંમરલાયકો વચ્ચે પણ આ સમસ્યા હતી જ. આપણે તેને કેવી રીતે હાથ ધરી? ઉંમર લાયકોએ યુવાનોથી એક ડગલું પાછળ રહેતાં શીખવું રહ્યું. યુવાનોને તેમને પાત્ર સ્થાન સંભાળવા દો. જ્યારે યુવાનો તરફથી તમારી દૃષ્ટિનું કાંઇક પણ વિચિત્ર કે વધારે પડતું થઇ જતું હોય ત્યારે યુવાનોએ તેમના ડહાપણ અને અનુભવને કામે લગાડવો રહ્યો જો તમે તેમ નહીં કરો તો યુવાપેઢી પોતાને માટે તુચ્છભાવ અનુભવી ઘણી બધી રીતે ખરાબ વર્તન દાખવે તો નવાઇ નહીં. જો તમે ચોક્કસ સ્તરનું ડહાપણ અને દીર્ધદૃષ્ટિ તથા કોઠાસૂઝ ધરાવતા હો અને તમારા બાળકોએ સ્તરને પામવાનું બાકી હોય તો તે લોકો તમારી સામે નજર માંડવાના જ છે. આ તબક્કે તમે એક જ સ્થાને છો પરંતુ તમે પહેલા માળે અને તમારા સંતાનો ભોંયતળિયે હોય તો તેમને તમારી સામે નજર માંડવા દો.
– Isha Foundation